Home દેશ - NATIONAL 500 કરોડનાં લગ્ન, દુનિયાભરમાંથી 50,000 હજાર મહેમાનોએ હાજરી આપી

500 કરોડનાં લગ્ન, દુનિયાભરમાંથી 50,000 હજાર મહેમાનોએ હાજરી આપી

27
0

કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી જી જનાર્દન રેડ્ડીની પુત્રી બ્રાહ્મણી રેડ્ડીના લગ્ન હૈદ્વાબાદના બિઝનેસમેન વિક્રમ દેવ રેડ્ડીના પુત્ર રાજીવ રેડ્ડી સાથે કર્યા

(જી.એન.એસ),તા.૨૦

કર્ણાટક,

આ લગ્ન કોઇ મોટા બિઝનેસમેનની પુત્રીના નહી પરંતુ ખાણ ઉદ્યોગપતિ અને કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી જી જનાર્દન રેડ્ડીની પુત્રીના હતા. પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીએ પોતાની પુત્રી બ્રાહ્મણી રેડ્ડીના લગ્ન હૈદ્વાબાદના બિઝનેસમેન વિક્રમ દેવ રેડ્ડીના પુત્ર રાજીવ રેડ્ડી સાથે કર્યા હતા. તેમના લગ્ન સૌથી મોંઘા લગ્નોમાંથી એક છે. તેમની લગ્ન અંબાણી પરિવારના બાળકો કરતાં પણ વધારો મોંઘા હતા. જાણકારી અનુસાર આ લગ્નમાં 500 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. લગ્નના કાર્ડની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા હતી. મહેમાનોને નિમંત્રણ કાર્ડ એલસીડી સ્ક્રીનના માધ્યમથી આપવામાં આવ્યું હતું. જ્યારે એલસીડી સ્ક્રીનવાળા બોક્સ ખોલવામાં આવ્યા તો તેમાં એક રાગ વાગવા લાગ્યો હતો. વીડિયોમાં રેડ્ડી પરિવાર મહેમાનોને લગ્નમાં આમંત્રિત કરતાં જોવા મળી રહ્યા હતા.

તમને જણાવી દઇએ કે બ્રાહ્મણી રેડ્ડી અને રાજીવ રેડ્ડીના લગ્ન 6 નવેમ્બર 2026 ના રોજ થયા હતા. બ્રાહ્મણી રેડ્ડીના લગ્ન 5 દિવસ સુધી ચાલ્યા હતા. 40 ભવ્ય બળદગાડા પર મહેમાનોને અંદર લાવવામાં આવ્યા હતા. મહેમાનોને લઇ જવા માટે 15 હેલિકોપ્ટર અને 2000 ટેક્સીઓને મુકવામાં આવી હતી. આ લગ્ન જોવા માટે દુનિયાભરમાંથી 50,000 હજાર મહેમાનોએ હાજરી આપી હતી. જનાર્દન રેડ્ડીએ પોતાના મહેમાનો માટે બેંગલુરૂની 5 સ્ટાર અને 3 સ્ટાર હોટલોમાં 1,500 રૂમ બુક કરાવ્યા હતા.  તો બીજી તરફ લગ્ન માટે બ્રાહ્મણી રેડ્ડીએ લાલ રંગની એક સુંદર કાંજીવરમ સાડી પહેરી હતી, જેને સોનાના દોરાથી તૈયાર કરવામાં આવી હતી. સાડી નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને તેની કિંમત 17 કરોડ રૂપિયા હતી. બ્રાહ્મણીના હીરા અને સોનાના દાગીના આગામી વર્ષો સુધી યાદ રહેશે. તેમણે 25 કરોડની કિંમતનો ડાયમંડ ચોકર નેકલેસ પહેર્યો હતો. જે તેમની સાથે મેચ થતો હતો. બ્રાહ્મણીની રેડી લગ્નની જ્વેલરીની કિંમત 90 કરોડ રૂપિયા હતી.  મેકઅપ આર્ટિસ્ટને ખાસકરીને મુંબઇથી બોલાવવામાં આવ્યા હતા, સાથે જ 50થી વધુ ટોપ મેકઅપ આર્ટિસ્ટને હાયર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વ્યવસ્થા 30 લાખ રૂપિયાની હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિષભ પંતે અકસ્માત બાદ તેની પ્રથમ મેચ રમી, હવે IPL 2024માં રમશે તે નક્કી!
Next articleદૈનિક રાશિફળ (તા.૨૨-૦૨-૨૦૨૪)