Home રમત-ગમત Sports રિષભ પંતે અકસ્માત બાદ તેની પ્રથમ મેચ રમી, હવે IPL 2024માં રમશે...

રિષભ પંતે અકસ્માત બાદ તેની પ્રથમ મેચ રમી, હવે IPL 2024માં રમશે તે નક્કી!

44
0

(જી.એન.એસ),તા.૨૦

મુંબઈ,

રિષભ પંતના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પંત ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો છે અને તેણે તેની પ્રથમ મેચ બેંગલુરુ નજીક અલુરમાં રમી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિષભ પંતે પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જે બાદ તે IPL 2024માં રમશે તે નક્કી છે. તમને જણાવી દઈએ કે રિષભ પંત 30 ડિસેમ્બર 2022ના રોજ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતમાં તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી અને તેણે સર્જરી પણ કરાવવી પડી હતી. પરંતુ હવે આ ચેમ્પિયન ખેલાડી પાછો ફર્યો છે. એક અહેવાલ મુજબ રિષભ પંતે પ્રેક્ટિસ મેચમાં તેના રિકવરીના સારા સંકેત આપ્યા છે. BCCI અને દિલ્હી કેપિટલ્સ ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર પંત IPL 2024માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રહેશે. તે બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરશે. પરંતુ તેને વિકેટકીપિંગની જવાબદારી આપવામાં આવશે નહીં. પંતની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીને વિકેટકીપર તરીકે રાખવામાં આવશે.

પંત અંગેના રિપોર્ટ અનુસાર, તે પહેલાની જેમ સરળતાથી રન કરી શકે છે અને તેને બેટિંગમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી. પંત લાંબા સમયથી નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની રિકવરી પર કામ કરી રહ્યો છે. ઉપરાંત, તેણે ગયા મહિને લંડનમાં સારવાર લીધી હતી, જેની વ્યવસ્થા BCCI દ્વારા કરવામાં આવી હતી. રિષભ પંતે IPLમાં રમતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. NCA અને BCCIની મંજૂરી બાદ જ પંત IPL 2024માં ભાગ લઈ શકશે. પરંતુ પ્રેક્ટિસ મેચમાં પંતે જે પ્રકારની રમત દેખાડી છે તે જોઈને માનવામાં આવી રહ્યું છે કે હવે આ વિસ્ફોટક ખેલાડી ટૂંક સમયમાં મેદાનમાં ઉતરશે. પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસીનો અર્થ એ છે કે ડેવિડ વોર્નર આ સિઝનમાં કેપ્ટનશીપ નહીં કરે. આ ઉપરાંત જો પંત IPLમાં સારું પ્રદર્શન કરશે તો T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમમાં વાપસી પણ કરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવધુ એક ભારતીય ખેલાડીએ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી
Next article500 કરોડનાં લગ્ન, દુનિયાભરમાંથી 50,000 હજાર મહેમાનોએ હાજરી આપી