Home ગુજરાત ઉત્તર ગુજરાત 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે

5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે

56
0

(જી એન એસ)

ગાંધીનગર/અંબાજી,

ગુજરાત ના પ્રવકતા મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર કરાશે: કાર્યક્રમ દરમિયાન 10,000 વૃક્ષારોપણ કરાશે : ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમનું આયોજન

રાજ્યના 11 જિલ્લાઓમાં MISTHI કાર્યક્રમ હેઠળ મેન્ગ્રુવનું વાવેતર કરાશે

રાજ્યના 8 પવિત્ર યાત્રાધામ સ્થળો પર વૃક્ષારોપણ કરાશે

ઓખા, પોશિત્રા, કાળુભાર, જામનગર અને નવલખી ખાતે ડોલ્ફિન શો યોજાશે

પ્રવકતા મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું કે, 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર અંબાજી ખાતે કરાશે. કાર્યક્રમ દરમિયાન 10,000 જેટલા વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમ યોજશે.
મંત્રી પટેલે ઉમેર્યું કે, આ ઉજવણીમાં અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ અને સુરત એમ 11 જિલ્લાઓમાં MISTHI કાર્યક્રમ હેઠળ મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવશે.
આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠાના ૮ જેટલા પવિત્ર યાત્રાધામ સ્થળોએ ખાસ ઝુંબેશ હાથ ધરી દરેક સ્થળે વૃક્ષારોપણ કરવાનું આયોજન છે.

પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું કે, અમરેલી, અરવલ્લી, ગાંધીનગર, છોટાઉદેપુર, ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, પાટણ, પોરબંદર, મહિસાગર, મહેસાણા, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગરની શાળાઓમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાશે.
પ્રવકતા મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, ઓખા, પોશિત્રા, કાળુભાર, જામનગર અને નવલખી એમ પાંચ અલગ-અલગ સ્થળોએ વિશેષ ડોલ્ફિન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉજવણી પ્રસંગે સંસદ સભ્યો, ધારાસભ્યો, સ્થાનિક મહાનુભાવો, વિવિધ NGO, માછીમારો સહિત સ્વયંસેવકો સહભાગી થશે.

(જી એન એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સની એન્ટ્રી, ગુજરાત ટાઈટંસની હાર થઇ
Next articleગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ