Home રમત-ગમત Sports ફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સની એન્ટ્રી, ગુજરાત ટાઈટંસની હાર થઇ

ફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સની એન્ટ્રી, ગુજરાત ટાઈટંસની હાર થઇ

27
0

(GNS),24

એમએસ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023ની ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. 23 મેએ રમાયેલી ક્વાલિફાયર 1 મેચમાં સીએસકેએ ગુજરાત ટાઈટન્સને 15 રને હાર આપી છે. 173 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 157 રનમાં સમેટાઈ ગઈ હતી.

173 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સની શરુઆત કંઈ ખાસ રહી નહોતી અને તેને પાવરપ્લેમાં જ બે વિકેટ ખોઈ દીધી હતી. સૌથી પહેલા વિકેટ કીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા આઉટ થયો, જેને દીપક ચાહરે મથીશા પથિરાનાના હાથે કેચ આઉટ કરાવ્યો.

તો વળી હાર્દિક પંડ્યા 8 રન બનાવીને મહીષ તીક્ષ્ણાના બોલ પર જાડેજાના હાથે કેચ પકડ્યો. 41 રન પર બીજી વિકેટ પડ્યા બાદ દાસુન શનાકા અને ઓપનર શુભમન ગિલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 31 રનની પાર્ટનરશિપ થઈ. રવીન્દ્ર જાડેજાએ દાસુન શનાકા (17)ને આઉટ કરીને તે પાર્ટનરશિપને તોડી.

શનાકા આઉટ થયા બાદ સીએસકેએ મેચ પર પકડ બનાવી લીધી. જોતજોતામાં ગુજરાતનો સ્કોર છ વિકેટ પર 98 રન થઈ ગયો. અહીંથી વિજય શંકર અને રાશિદ ખાને 38 રનની જોડીને ગુજરાતને મેચમાં વાપસીનો ભરસક પ્રયાસ કર્યો.

મથીશા પાથિરાનાએ શંકરને ચાલતો કરીને ન ફક્ત પાર્ટનરશિપ તોડી, પણ સીએસકેની જીતનો માર્ગ મોકળો કરી દીધો. જ્યારે રાશિદ ખાન નવમી વિકેટ તરીકે આઉટ થયો તો, સીએસકેની જીત પાક્કી થઈ ગઈ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજીઓ સિનેમાએ તોડ્યા ડિજિટલ વ્યુઅરશિપના તમામ રેકોર્ડ
Next article5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે