(જી.એન.એસ),તા.૨૦
રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં સમર્થક નેતૃત્વમાં ભારત વર્ષની વિકાસયાત્રા અકલ્પનીય અને પ્રશંસનીય રહી છે, મોદીજીનાં કાર્યકાળમાં જનમાનસે નેતૃત્વ, વિકાસ, સહયોગ અને આત્મબળના સહારે લક્ષ્ય વેધવાનું સામર્થ્ય હાંસલ કરી લીધું છે. મોદીજી એ આત્મનિર્ભર ભારતનો બુલંદ પાયો નાખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત ગુજરાત રાજયને ૬૮૭.૮૦ કરોડ ફાળવણી કરવામાં આવી, તે અંતર્ગત રાજકોટ જિલ્લાનાં ૨ તાલુકાઓ ઉપલેટા તથા રાજકોટને બીજા તબક્કામાં આવરી રૂ. કુલ ૩૪.૮૧ કરોડની રકમ ફાળવવામાં આવેલ છે. ગુજરાતમાં ૨,૯૨,૩૬૭ હેક્ટર ખેતીની જમીનમાં આ યોજનાથી લાભ થશે. આ યોજનાથી આશરે ૩ લાખ હેક્ટરનાં વિસ્તાર જેટલી ખેતીની જમીનમાં જળ સંચય વધશે. પાકની ઉત્પાદકતા તથા ગુણવત્તામાં વધારો થશે. ખેડુતો તથા જમીન વિહોણા ખેત મજૂરોની આવકમાં વધારો થશે. તથા રોજગારીમાં ફેરફાર થશે હેક્ટરમાં ૧૬.૫૫ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. આ અન્વયે રાજકોટ તાલુકાના બારવણ, ચાચડીયા, રફાળા, બેડલા, ફાડદંગ, ડેરોઈ આ કૃષિ કલ્યાણકારી નિર્ણયને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.