Home ગુજરાત મહેસાણાની યુવતીને અમેરિકા લઈ જવાના બહાને ૩ લાખ ખંડણી વસૂલી

મહેસાણાની યુવતીને અમેરિકા લઈ જવાના બહાને ૩ લાખ ખંડણી વસૂલી

90
0

(જી.એન.એસ),તા.૨૨


મહેસાણા


ગુજરાતમાં રોજબરોજ કોઈને કોઈ વિદેશ જવાની લ્હાયમાં છેતરાયા હોય તેવા સમાચાર સામે આવે છે ત્યારે ફરી એકવાર મહેસાણા જિલ્લામાં કબૂતરબાજીમાં વસઈ, લાંઘણજ, કડી બાદ નંદાસણ પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કડી તાલુકાના ઘુમાસણ ગામની યુવતીને વર્ક પરમિટ પર અમેરિકા મોકલવાની લાલચ આપી ત્રણ શખસે કોલકાતામાં ગોંધી રાખી ધાકધમકી આપી રૂ.૩ લાખ ખંડણી વસૂલી હતી તેમજ વધુ પૈસા પડાવવા અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ઘુમાસણ ગામની હીરલબેન ભરતભાઈ પટેલને અમેરિકા જવાની ઇચ્છા હતી, જેના માટે તેમણે અમદાવાદના સુશીલ રોય અને સંતોષ રોયને કામ આપ્યું હતું. આ શખસોએ કોલકોતાના કમલ સિંઘાનિયા સાથે મળી કેનેડાના કાયદેસરના વિઝા અપાવી ત્યાંથી અમેરિકા મોકલી આપવાના બહાના હેઠળ પૈસા પડાવવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. ગત ૨૬ ડિસેમ્બરે હીરલબેનને અમેરિકા મોકલવા માટે ઘુમાસણથી અમદાવાદ અને ત્યાંથી કોલકાતા લઈ ગયા હતા. તેની સાથે કડીની બીજી યુવતી પણ હતી. બંને યુવતીને કોલકોતાની એક હોટલમાં ઉતારી બીજા દિવસે બીજી જગ્યાએ ફ્લેટમાં લઈ ગયા હતા. ત્યાં બીજા લોકોને ગોંધી રાખ્યા હતા. આ યુવતી પાસે કમલ સિંઘાનિયાએ આવી ધમકી આપી કેનેડા પહોંચી ગયાનો ફોન તેના પરિવાર સાથે કરાવી પૈસા મગાવતો હતો. ત્યાર બાદ યુવતી સહિત અન્ય પેસેન્જરોને દિલ્હી લઈ ગયા હતા, જ્યાંથી યુવતી સહિતના પેસેન્જરો ૧૩ ફેબ્રુઆરીએ ઘરે આવી ગયા હતા. આ મામલે હીરલબેન પટેલે અમદાવાદના સુનીલ રોય, સંતોષ રોય અને કોલકોતાના કમલ સિંઘાનિયા સહિત તેના સાગરીતો સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત કરી અપહરણ કર્યા બાદ ખંડણી વસૂલવા મામલે ફરિયાદ નોંધાવી છે. વિદેશ જવા આંધળુકિયાં કરતા લોકો માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદના રિંગ રોડ પર નવા ૧૦ બ્રિજ બનાવાશે
Next articleકાલેડા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદે ખોદકામ કરતા ૨ કરોડના વાહનો જપ્ત કરાયા