સિકંદર ફિલ્મનું હજી એક નવું ગીત ‘સિકંદર નાચે’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં સલમાન અને રશ્મિકા મંદાના સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ગીતમાં બંનેની કેમેસ્ટ્રી દર્શકોને બહુ પસંદ આવી રહી છે. બંને સ્ટાર્સે ડાન્સ મૂવ્સ પણ ધાંસુ કર્યા છે. આ ગીતમાં સલમાન ખાનનો સ્વેગ અને ડાન્સ મૂવ્સ ધૂમ મચાવી રહ્યા છે. સલમાન ખાને ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામમાં આ ગીતનો વીડિયો શેર કરીને કેપ્શન આપ્યું છે સિકંદર નાચે આઉટ. સિકંદર નાચે ગીતમાં રશ્મિકાની એનર્જી અને ગ્રેસ ઉડીને આંખે વળગે છે.
સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘સિકંદર’ સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. જ્યારે આર. મુર્ગાદોસે આ ફિલ્મને ડીરેક્ટ કરી છે. મુર્ગાદોસે અગાઉ આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ગજની ડીરેક્ટ કરી છે. ગજની જેવો જાદૂ સિકંદર ફિલ્મ સર્જી કરી શકે તે માટે કોઈ કસર છોડવામાં નથી આવી. ફિલ્મમાં ધાંસુ એકશન સીન છે. માત્ર એક જ ગીત માટે 500 તુર્કી બેકગ્રાઉન્ડ ડાન્સર્સને સામેલ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના જેવા સ્ટાર્સ ઉપરાંત કાજલ અગ્રવાલ, સત્યરાજ, શરમન જોશી અને પ્રતિક બબ્બરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને કુલ 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

