Home દેશ - NATIONAL 2024-25 ભારતનું વચગાળાનું બજેટ રજૂ થયા વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યા

2024-25 ભારતનું વચગાળાનું બજેટ રજૂ થયા વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યા

15
0

બજેટમાં 2047ના વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી : પ્રધાનમંત્રી મોદી

(જી.એન.એસ),તા.૦૧

બજેટ 2024 રજૂ થયા બાદ વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યો. તેમને કહ્યું કે બજેટમાં કોના માટે શું કર્યુ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બજેટમાં 2047ના વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી છે. હું નિર્મલા સીતારમણ અને તેમની પુરી ટીમને ખુબ ખુબ અભિનંદન આપુ છું. વડાપ્રધાને કહ્યું અમે એક મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ. તેને પ્રાપ્ત કરીએ છીએ પછી તેનાથી મોટું લક્ષ્ય પોતાના માટે નક્કી કરીએ છીએ. ગામ અને શહેરોમાં ગરીબો માટે અમે 4 કરોડથી વધારે ઘર બનાવ્યા અને હવે અમે વધુ 2 કરોડ ઘર બનાવવાનો લક્ષ્ય રાખીએ છીએ. વડાપ્રધાને કહ્યું કે અમે 2 કરોડ લખપતિ દીદી બનાવવાનો લક્ષ્ય રાખ્યો હતો, હવે તેને વધારીને 3 કરોડ કરી દીધા છે. વડાપ્રધાને કહ્યું કે આ બજેટ વિકસિત ભારતના 4 સ્તંભ યુવા,ગરીબ, મહિલા અને ખેડૂત તમામ લોકોને સશક્ત કરશે. નિર્મલા સીતારમણનું આ બજેટ દેશને ભવિષ્યના નિર્માણનું બજેટ છે.  

ત્યારે કોંગ્રેસના ઘણા સાંસદોએ વચગાયાના બજેટને નિરાશાજનક ગણાવતા કહ્યું કે તેમાં દેશની સામાન્ય જનતા માટે કંઈ નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું બજેટ ભાષણ ખુબ નાનુ અને નિરાશાજનક હતું. વધારે નિવેદનબાજી હતી. ઘણા મુદ્દાઓને લેવામાં આવ્યા નથી. બેરોજગારી જેવા મુદ્દાઓનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. તેમને કહ્યું આ સરકાર પોતાની નિષ્ફળતાને પણ સફળતા તરીકે રજૂ કરશે. સામાન્ય ભારતીય મતદાતાને પુછો કે સરકારની નીતિઓથી તેમના ખિસ્સામાં શું મળ્યું તો તેનો જવાબ મળી જશે કે દેશનો સામાન્ય માણસ શું વિચારે છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ દાવો કર્યો કે ચાલુ નાણાકીય વર્ષમાં 18 લાખ કરોડ રૂપિયાની બજેટ ખાધ છે. આવનારા વર્ષમાં તે વધશે. તેનો મતલબ છે કે સરકાર દેવુ કરીને પોતાના ખર્ચ કરી રહી છે. તેમને કહ્યું નાણાપ્રધાને પોતાના વખાણ કર્યા છે અને 10 વર્ષ પહેલાની સરકારને નીચી બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગૃહમાં ચર્ચા દરમિયાન તેનો વિસ્તૃત જવાબ આપવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાણામંત્રી નિર્મલા સીતારમણએ વચગાળાનું બજેટ રજુ કર્યું
Next articleનિર્મલા સીતારમણે વચગાળાનું બજેટમાં ખેડૂતો માટે જાહેરાત કરી