Home રમત-ગમત Sports 16 વર્ષ બાદ ભારતીય ધરતી પર ઝડપી બોલરની પાંચ વિકેટ

16 વર્ષ બાદ ભારતીય ધરતી પર ઝડપી બોલરની પાંચ વિકેટ

23
0

(GNS),23

પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની મોહાલી ખાતે રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં શુક્રવારે ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીએ 51 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. કોઈ ભારતીય બોલરે ભારતની જ ધરતી પર વન-ડે મેચમાં પાંચ વિકેટ ઝડપી હોય તેમ 16 વર્ષ બાદ બન્યું છે. અગાઉ ફેબ્રુઆરી 2007માં શ્રીલંકા સામે ગોવાના મડગાંવ ખાતે રમાયેલી વન-ડે મેચમાં ઝહીર ખાને પાંચ વિકેટ ઝડપી હતી. ભારતીય મેદાન પર કોઈ ભારતીય ઝડપી બોલરે મેચમાં પાંચ વિકેટ ખેરવી હોય તેવો આ 12મો પ્રસંગ હતો. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં કોઈ ભારતીય બોલરે ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટ ખેરવી હોય તેવો આ ત્રીજો પ્રસંગ છે. 1983ના વર્લ્ડ કપ દરમિયાન કપિલદેવે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યાર બાદ 2004માં વર્તમાન પસંદગી સમિતિના ચેરમેન અજિત અગરકરે આ સિદ્ધિ નોંધાવી હતી.

ભારતીય ટીમે ગયા સપ્તાહે શ્રીલંકામાં યોજાયેલા એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાને દસ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં મોહમ્મદ સિરાઝે છ વિકેટ ઝડપી હતી. એ મેચ બાદ ભારત પહેલી વાર વન-ડે રમી રહ્યું છે અને તેમાં શુક્રવારે મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટ ઝડપી હતી. આમ સળંગ બે મેચમાં ભારતના બોલરે પાંચ કે તેથી વધુ વિકેટ ખેરવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આમ બીજી વાર બન્યું છે. અગાઉ 1999માં વેસ્ટ ઇન્ડિઝ સામે કેનેડાના ટોરોન્ટો ખાતેની મેચમાં 21 રનમાં પાંચ વિકેટ ઝડપી ત્યાર બાદ તરત જ નૈરોબી ખાતે સુનીલ જોશીએ સાઉથ આફ્રિકા સામેની વન-ડેમાં છ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. હવે મોહમ્મદ સિરાઝની 21 રનમાં છ વિકેટ ખેરવ્યા બાદ શમીએ શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે 51 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રથમ વન-ડેમાં ભારતે ઓસી.ને પાંચ વિકેટે હરાવ્યું
Next articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ખાતમૂહુર્ત