Home ગુજરાત 15 વર્ષીય દીકરીને તાત્કાલિક લોહી આપી રાંદેર પોલીસે જીંદગી બચાવી લીધી

15 વર્ષીય દીકરીને તાત્કાલિક લોહી આપી રાંદેર પોલીસે જીંદગી બચાવી લીધી

13
0

B+ બ્લડ ગ્રુપ ધરાવતા પોલીસકર્મીઓ કામ છોડી હોસ્પિટલ પહોંચી ગયા

(જી.એન.એસ),તા.૧૫

સુરત,

પોલીસને મોટેભાગે તેની કડકાઈ માટે ઓળખવામાં આવે છે પણ સુરત પોલીસે માનવતાનું એવું ઉદાહરણ પૂરું પડ્યું છે જેના કારણે ખાખીને સલામ કરવાની ઈચ્છા થશે.રાંદેર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 15 વર્ષની બાળકીનો લોહી વગર જીવ જોખમમાં મુકાતા પોલીસકર્મીઓએ દેવદૂત બની તેનો જીવ બચાવ્યો હતો. સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી ફરિયાદ લખાવી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો જેમાં 15 વર્ષીય દીકરીને તાત્કાલિક લોહીની જરૂર હોવાનું કહી મદદ માંગવામાં આવી હતી.

આ વાત રાંદેર પોલીસ સમક્ષ થઇ હોવાથી પોલીસે તુરંત પોતાના ગ્રુપમાં B+ Fresh Donor (SDP)ની જરૂર હોવાનો મેસેજ મુક્યો હતો. બાળકીનો જીવ જોખમમાં હોવાથી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ કીરીટસિંહ રામસિંહ રાઠોડ અને વિપુલ સાંભાભાઇ કામ પડતું મૂકી સીધા બ્લડ બેન્ક પહોંચી ગયા હતા.પોલીસકર્મીઓએ સમયસર બાળકી માટે રક્ત તથા સેલ ડોનેટ કરી તેનો જીવ બચાવી લીધો હતો. રાંદેર પોલીસ સ્ટાફ ઉત્તરાયણ બંદોબસ્તમાં વ્યસ્ત હતો ત્યારે આ મેસેજ મળતા તુરંત B+ બ્લડ ગ્રુપ ધરાવતા પોલીસકર્મીઓ કામ છોડી કિરણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં પતંગની દારીના કારણે કુલ સાત લોકોના મોત
Next articleઅંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લગતા દોડધામ