Home દેશ - NATIONAL 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વધુ જોખમમાં હોવાથી તેમનું રસીકરણ જરૂરી છે...

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વધુ જોખમમાં હોવાથી તેમનું રસીકરણ જરૂરી છે : NIV ડિરેક્ટર

82
0

(જી.એન.એસ),તા.૦૨
નવીદિલ્હી
કોરોના પ્રતિબંધો ઘણા રાજ્યોમાં હટાવ્યા પછી અને માસ્ક પહેરવાનું મરજિયાત ફરજીયાત કરાવ્યા પછી હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીના ડિરેક્ટર ડૉ. પ્રિયા અબ્રાહમે કહ્યું કે, જોખમમાં હોય તેવા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રસી આપવી જોઈએ. અબ્રાહમે કહ્યું કે સામાન્ય રીતે બાળકોમાં કોવિડનો હળવો ચેપ હોય છે, પરંતુ જેઓ વધુ જોખમમાં હોય છે અથવા જેઓ અન્ય રોગોથી પીડિત હોય તેઓને વધુ પરેશાની થઈ શકે છે. જોકે, આવા બાળકોની સંખ્યા ઘણી ઓછી હોવાનું તેમણે જણાવ્યું હતું. અબ્રાહમે કહ્યું, ‘આને ધ્યાનમાં રાખીને મારા મતે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કે જેઓ વધુ જોખમમાં છે, અથવા જેઓ ડાયાલિસિસ પર છે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે અને જેમને કેન્સર વગેરે રોગો છે. તેમનું રસીકરણ જરૂરી છે.’ કેટલાક રાજ્યો દ્વારા માસ્કને ફરજિયાત બનાવવા અંગે તેમણે કહ્યું કે હાલમાં દેશમાં સંક્રમણનો દર ઓછો છે. અબ્રાહમે કહ્યું, ‘પણ, મને લાગે છે કે પોતાની સાવચેતી સંપૂર્ણપણે છોડી દેવાનો સમય નથી આવ્યો. હું માનું છું કે આપણે કોઈપણ ભીડવાળા વિસ્તારમાં જ્યાં આપણે બીજા વ્યક્તિની ખૂબ નજીક હોઈએ અથવા જ્યાં વેન્ટિલેશન યોગ્ય ન હોય ત્યાં માસ્ક પહેરવા જોઈએ. ચેપ ઘટાડવામાં માસ્કની ભૂમિકા મહત્વપૂર્ણ છે. શાળાઓમાં બાળકો માટે માસ્ક કેટલા મહત્વપૂર્ણ છે તે અંગે અબ્રાહમે કહ્યું, ‘માસ્ક પહેરવામાં થોડી મુશ્કેલી છે અને બાળકોને માસ્ક પહેરવાની આદત નથી. આવી સ્થિતિમાં, માતાપિતા પ્રશ્ન કરશે કે માસ્ક કેમ પહેરવું.’ તેમણે કહ્યું, ‘પણ હું થોડો રૂઢિચુસ્ત છું. બાળકોને ચેપ લાગે છે, પરંતુ મોટાભાગના લક્ષણો દેખાતા હોતા નથી. પરંતુ જો બાળકને ચેપ લાગે છે તો પરિવારના એવા સભ્યોને તેનાથી ચેપ લાગી શકે છે, જેમણે રસી નથી લીધી અથવા જેઓ મોટી ઉંમરના છે અને અન્ય રોગોથી પીડિત છે. વરિષ્ઠ નાગરિકો (60 વર્ષથી વધુ ઉંમરના) માટે બૂસ્ટર ડોઝ રજૂ કરવાની જરૂરિયાત અંગે અબ્રાહમે જણાવ્યું હતું કે સાવચેતીના ડોઝ મહત્વપૂર્ણ છે, તેથી વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોતાને મોટું નુકસાન થતા બચો, PIB ફેક્ટ ચેકનું માધ્યમ વિશે જાણવું લોકો માટે છે વધારે જરૂરી
Next articleપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને સચિન વાજે CBIની કસ્ટડીમાં, કેસમાં જામીન અરજીની 8 એપ્રિલે સુનાવણી થશે