Home ગુજરાત 11 ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ફરજ બજાવતા હવાલદારની વતન ચીચોડમાં અંતિમવિધિ કરાઇ

11 ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ફરજ બજાવતા હવાલદારની વતન ચીચોડમાં અંતિમવિધિ કરાઇ

37
0

ભારતીય સેનામાં 11 ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ફરજ બજાવતા ધોરાજી તાલુકાના ચિચોડ ગામનાં હવાલદાર મનુભા ભોજૂભા 11 ગેનેડિયસ, દ્રાસ, કારગીલ ખાતે શહીદ થતાં તેમને સંપૂર્ણ આર્મી સન્માન સાથે તેમનાં વતન ધોરાજીના ચીચોડ ગામે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો હતો અને સદગતની અંતિમ વિધી કરવામાં આવી હતી. આ તકે ગામ આખું શહીદની અંતિમ યાત્રામાં જોડાયું હતું અને 6 જવાનોએ કુલ મળીને 24 રાઉન્ડ ફાયર કરી શહીદને અંતિમ સલામી આપી હતી.

ધોરાજી તાલુકાના ચિચોડ ગામના વતની ઈન્ડીયન આર્મીમા ફરજ બજાવતાં હવાલદાર મનુભા ભોજૂભા 11 ગેનેડિયસ, દ્રાસ, કારગીલ ખાતે શહીદ થતાં સદગત જવાનનાં પાર્થિવ દેહને તેમનાં વતન એવા ધોરાજીના ચિચોડ ગામે લઇ જવા માટે ગુરુવારના રોજ સાંજે સાડા પાંચ કલાકે દિલ્હી -રાજકોટ ફલાઇટમાં એરપોર્ટ પર લાવવામા આવ્યો હતો તથા રાજકોટ જિલ્લાના અધિકારીઓ, આગેવાનોએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

બાદમાં સદગતનાં પાર્થિવ શરીરને જામનગર આર્મી બ્રિગેડ મુખ્યાલયના જવાનો રાજકોટ એરપોર્ટથી સંપૂર્ણ આર્મી સન્માન સાથે ધોરાજી સરદાર ચોક ખાતે લાવ્યા હતાં ત્યા મોટી સંખ્યામાં નગરજનોએ વીર શહીદને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા અને ત્યાર બાદ આર્મી સન્માન સાથે ધોરાજીથી ચિચોડ ગામે વીર શહીદનો પાર્થિવ દેહ લઈ જવામા આવ્યો હતો. તેમને અંતિમ વિદાય પૂર્વે 6 જવાને કુલ 24 રાઉન્ડ ફાયર કરી શહીદને સલામી આપી હતી.

મનૂભા ભોજૂભા મહિયાનો પાર્થિવ દેહ વતન પહોંચતાં શહીદના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સંપૂણ આર્મી સન્માન સાથે સદગતની અંતિમ વિધિ કરવામાં આવી હતી તેમજ તેમની કામગીરીની સરાહના કરાઇ હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્યપ્રદેશમાં બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો, કેટલાય લોકોને કચડી નાખ્યા
Next articleરાજકોટમાં ત્રણ શખ્સોએ ત્રણેય યુવકના અપહરણ કરી રૂ.1 લાખની ખંડણી માગી, ત્રણ ઝડપાયા