Home ગુજરાત ગાંધીનગર 1 એપ્રિલ 2025થી નેશનલ અને સ્ટેટ હાઇવે ટોલ ટેક્સમાં થશે વધારો

1 એપ્રિલ 2025થી નેશનલ અને સ્ટેટ હાઇવે ટોલ ટેક્સમાં થશે વધારો

36
0

(જી.એન.એસ)તા.30

 ગાંધીનગર,

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂ. 5 થી 40 સુધીનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગૂ કરાશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, અમદાવાદ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે 48, પાલનપુર નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે 31 માર્ચે રાતે 12  વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે. 

અમદાવાદ – વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે  ટોલ ટેક્સમાં વધારો થતાં હવે કાર-જીપ ચાલકે રૂપિયા 135ના બદલે 140 રૂપિયા, રિટર્નમાં રૂપિયા 205ના બદલે રૂપિયા 215, એલસીવીના રૂપિયા 220ના બદલે 230, રિટર્નમાં રૂપિયા 330ના બદલે રૂપિયા 345 અને બસ-ટ્રકના ચાલકે રૂપિયા 465ના બદલે રૂપિયા 480 અને રિટર્નમાં 720ના બદલ 760 રૂપિયા પડશે. 

વડોદરાથી આણંદના કારના રૂ.50ના બદલે હવે રૂ.55 અને નડિયાદના રૂ.70ના બદલે રૂ.75 ચૂકવવા પડશે. નેશનલ હાઇવે 48 ઉપર રઘવાણજ ટોલ પ્લાઝા ખાતે કાર – જીપના હવે રૂ.110 અને એલસીવીના રૂ.175 અને બસ – ટ્રકના રૂ.360 ચૂકવવા પડશે. જ્યારે વાસદથી વડોદરાના કાર – જીપના રૂ.160, એલસીવીના રૂ.245 અને બસ ટ્રકના રૂ.505 ચૂકવવા પડશે.

પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઇવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે, જે 31 માર્ચે રાતે 12  વાગ્યે દિવસ પૂરો થતાં જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે. 

કયા વાહન પર કેટલો ટેક્સ વધ્યો:-

વાહનજૂનો ભાવનવો ભાવ
નાના વાહનો (કાર, જીપ)70 રૂપિયા75 રૂપિયા
લાઇટ કોમર્શિયલ વ્હીકલ (મિની બસ)120 રૂપિયા125 રૂપિયા
ભારે વાહન (બસ, ટ્રક)255 રૂપિયા260 રૂપિયા
ત્રણ એક્સલ કોમર્શિયલ વ્હીકલ275 રૂપિયા285 રૂપિયા
હેવી મલ્ટી કન્સ્ટ્રકશન મશીનરી395 રૂપિયા410 રૂપિયા
ઓવર સાઇઝ કે 7 એક્સલથી વધુ485 રૂપિયા500 રૂપિયા

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field