Home રમત-ગમત Sports ૧૫ માર્ચ ૨૦૧૯, ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં ટેસ્ટ મેચ રમવાની એક દિવસ પહેલા અચાનક...

૧૫ માર્ચ ૨૦૧૯, ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં ટેસ્ટ મેચ રમવાની એક દિવસ પહેલા અચાનક ફાયરિંગના અવાજે બાંગ્લાદેશની ટીમને ચોંકાવી દીધા

255
0

(જી.એન.એસ),તા.૧૫

પાકિસ્તાન,

માર્ચ મહિનો ક્રિકેટના ઈતિહાસનો સૌથી ભયાનક મહિનો માનવામાં આવે તો નવાઈ નથી. માર્ચ એ મહિનો છે જેમાં બે ક્રિકેટ ટીમો ગોળીબારનો ભોગ બનવાથી બચી ગઈ હતી. સૌથી ભયાનક હુમલો પાકિસ્તાનમાં 3 માર્ચે થયો હતો, જ્યારે લાહોર ટેસ્ટ દરમિયાન આતંકવાદીઓએ શ્રીલંકાની ટીમ પર ગોળીબાર કર્યો હતો. આમાં શ્રીલંકન ટીમના કેટલાક ખેલાડીઓ પણ ઘાયલ થયા હતા. આ ઘટના 2009માં બની હતી અને બરાબર 10 વર્ષ પછી બીજી ટીમ પર હુમલો થતા બચી ગયો હતો. આ વખતે સૌને ચોંકાવનારો આ હુમલો ન્યુઝીલેન્ડ જેવા શાંતિપ્રિય દેશમાં થયો અને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ તેનો શિકાર બનતી બચી ગઈ. બરાબર 5 વર્ષ પહેલા, 15 માર્ચ, 2019 ના રોજ, આ ભયાનક ઘટના ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં બની હતી. બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 માર્ચથી ક્રાઈસ્ટચર્ચમાં ટેસ્ટ મેચ રમવાની હતી. તેના એક દિવસ પહેલા બાંગ્લાદેશની ટીમ સવારની નમાજ માટે સ્ટેડિયમ પાસેની મસ્જિદમાં જઈ રહી હતી. આ દરમિયાન અચાનક ફાયરિંગના અવાજે આખી ટીમને ચોંકાવી દીધી હતી.

તે સમયે અહેવાલ મુજબ, બે બાંગ્લાદેશી ખેલાડીઓ સિવાય આખી ટીમ શુક્રવારની નમાજ માટે આ મસ્જિદમાં પહોંચી હતી. ટીમના ખેલાડીઓ એક પછી એક બસમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે તેમને જોરથી ગોળીબારનો અવાજ સંભળાયો. આ અવાજ મસ્જિદમાંથી આવી રહ્યો હતો અને પછી તેઓએ ઘણા લોકોને બૂમો પાડતા મસ્જિદની બહાર ભાગતા જોયા. અહીં ખેલાડીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. ફાયરિંગમાં ઘાયલ થયેલા ઘણા લોકો પણ ખેલાડીઓની સામે પડેલા જોવા મળ્યા હતા. ઘટના સમયે ખેલાડીઓને તાત્કાલિક સ્ટેડિયમમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા. પરિસ્થિતિ સુધર્યા બાદ જ ખેલાડીઓને હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાંગ્લાદેશી ટીમના મેનેજરે કહ્યું કે જો ટીમ 3-4 મિનિટ વહેલા પહોંચી ગઈ હોત તો તેઓ પણ મસ્જિદની અંદર હોત. આ ઘટના બાદ ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ રદ કરવામાં આવી હતી. તે દિવસે ક્રાઈસ્ટચર્ચમાં એક પછી એક બે મસ્જિદોમાં ગોળીબારની ઘટના બની હતી, જેમાં 49 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 48 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં કોઈપણ આતંકવાદી સંગઠનની સંડોવણી ન હતી અને તેને મુસ્લિમો વિરુદ્ધ નફરતનો અપરાધ માનવામાં આવી રહ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડના તત્કાલિન વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને તેને આતંકવાદી ઘટના ગણાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીની ટીમને મોટો ઝટકો, લુંગી એનગિડી ઈજાને કારણે આઈપીએલ રમશે નહિ
Next articleICCએ ગત્ત વર્ષે ટ્રાયલ તરીકે સ્ટોપ ક્લૉકનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો જે હાલ કાયમી ધોરણે લાગુ કરી દીધો