(G.N.S) Dt. 25
અમદાવાદ,
મેળામાં આયોજિત રોજગાર મેળામાં ૧૪ દિવ્યાંગોને જોબ ઓફર લેટર મળ્યા
- મેળામાં સૌથી વધુ ખરીદી કરનારને બેસ્ટ બાયરનો એવોર્ડ એનાયત થયો
- દિવ્યાંગ કલાકારોને પોતાની કલા કૌશલ્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યો
- ૨૦ રાજ્યોમાંથી લગભગ ૧૦૦ દિવ્યાંગ કારીગરો અને સાહસિકોએ ભાગ લીધો
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા આયોજિત ૧૫માં દિવ્ય કલા મેળાનો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો.
૧૫માં દિવ્ય કલા મેળામાં રેકોર્ડ બ્રેક ૨ કરોડના વિક્રમી વેચાણ થયું હતું. આ મેળામાં આયોજિત રોજગાર મેળામાં ૧૪ દિવ્યાંગોને જોબ ઓફર લેટર આપવામાં આવ્યાં હતા. એટલું જ નહિ આ મેળામાં સૌથી વધુ ખરીદી કરનારને બેસ્ટ બાયરનો એવોર્ડ એનાયત થયો હતો.
આ ઉપરાંત દિવ્યાંગ કલાકારોને પોતાની કલા કૌશલ્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ૧૫માં દિવ્ય કલા મેળામાં ૨૦ રાજ્યોમાંથી લગભગ ૧૦૦ દિવ્યાંગ કારીગરો અને સાહસિકોએ ભાગ લીધો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.