Home ગુજરાત હોળીની શરૂઆત સાથે જ દેશભરના વાતાવરણમાં પણ પલટો

હોળીની શરૂઆત સાથે જ દેશભરના વાતાવરણમાં પણ પલટો

103
0

(જી.એન.એસ),તા.૨૪

અમદાવાદ,

હોળીની શરૂઆત સાથે જ દેશભરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. બદલાઈ રહી છે હવામાનની પેટર્ન. એની સાથે જ બદલાઈ જશે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોની દશા. કુલર, એસી કંઈક નહીં કરે કામ, એવી ગરમી પડશે. ક્લાઈમેટ સેન્ટ્રલના અનુમાન અનુસાર ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડી પછી તુરંત કાળઝાળ ગરમી શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગ મુજબ દિલ્લીમાં ૨૩ માર્ચે લઘુત્તમ તાપમાન ૧૮ જ્યારે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જે સીઝનની સરેરાશ કરતા વધુ છે. ક્લાઈમેટ સેન્ટ્રલના રિપોર્ટ મુજબ ૧૯૭૦ના દાયકામાં માત્ર કેટલાક રાજ્યોમાં જ હોળીના દિવસે તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આ વખતે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત ૯ રાજ્યોમાં હોળીના દિવસે તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.

દેશભરમાં આજે હોળીના તહેવારની ધામધૂમથી ઊજવણી થશે. જોકે, આ વખતે સોમવારે ધુળેટીના દિવસે હળવી ઠંડીના બદલે કાળઝાળ ગરમીની આશંકા છે અને તાપમાન ૪૦ ડિગ્રી સુધી જઈ શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાત સહિત ૯ રાજ્યોમાં હીટવેવની ચેતવણી આપી છે.

ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અહીં તાપમાન સતત વધી રહ્યું છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં આગામી દિવસોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વધુમાં ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. પૂર્વોત્તર ભારતમાં પણ આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધી શકે છે. જોકે, રાયલસીમા, કેરળ, તમિલનાડુ, પુડુચેરી સહિત દક્ષિણ ભારતમાં તાપમાન ગરમ અને ભેજવાળું રહી શકે છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભયાનક ગરમી પડી રહી છે અને પાંચ દિવસ હીટવેવની સ્થિતિ જોવા મળશે. ખાસ કરીને ગુજરાતમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અહીં 40 ડિગ્રીને પાર જઈ શકે છે તાપમાન.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશાહરુખ ખાન સ્ટેડિયમમાં સ્મોકિંગ કરતો જોવા મળ્યો, જે બાદ સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ
Next articleઈન્ડોનેશિયાના જાવા આઈલેન્ડ નજીક 6.4ની તીવ્રતાનો ભૂકંપ, ભૂકંપનું કેન્દ્ર બાવન ટાપુ