Home વ્યાપાર જગત - BUSINESS હેલ્થકેર અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે...

હેલ્થકેર અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

82
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૩.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૫૯૩.૪૯ સામે ૫૭૮૧૪.૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૬૩૯.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૨.૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૦.૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૯૪૩.૬૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૬૮.૯૫ સામે ૧૭૩૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૬૯.૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૦.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૯.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૮૮.૫૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. રશિયા – યુક્રેન યુદ્વ ફરી વકરી રહ્યું હોઈ મહાસત્તાઓ વચ્ચે વધતાં તનાવને લઈ એક તરફ વૈશ્વિક અર્થતંત્ર પર ભીંસ વધી રહી હોવા સામે ચાઈનામાં ફરી કોરોનાના વિસ્ફોટને લઈ અડધા શાંઘાઈ શહેરમાં લોકડાઉન લાગુ કરીને તમામના કોરોના ટેસ્ટ કરવાની કવાયતે ચાઈનાની ફયુલ માંગમાં ઘટાડાના અંદાજોએ ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવ ગબડતાં અને વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારોમાં માર્ચ એન્ડિંગ પૂર્વે શેરોમાં આરંભમાં આંચકા આપીને ઘટાડે ફંડોએ શોર્ટ કવરિંગ કર્યું હતું. ભારતીય શેરબજારોમાં આજે પણ ફંડો, મહારથીઓએ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કરતાં બીએસઇ સેન્સેક્સ અને નિફટી ફ્યુચર ઉછળીને બંધ રહ્યા હતા. હેલ્થકેર, બેઝિક મટિરિયલ્સ, રિયલ્ટી અને કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ ફરી તેજી કરી હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ પૂરું થઈ રહ્યું હોવા સાથે ચાઈનામાં કોરોના સંક્રમણ ચિંતાજનક વધતાં કોમોડિટીઝ સપ્લાય સાઈકલ ફરી ખોરવાઈ જવાના ભય અને યુક્રેન – રશિયા યુદ્વ કેમિકલ અથવા ન્યુક્લિયર વોરમાં પરિણમવાના ઊભા થયેલા જોખમને લઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝની શેરોમાં વેચવાલી બાદ આજે ભારતીય શેરબજારમાં નવી લેવાલીએ સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. યુદ્વના ચાલતાં વૈશ્વિક ક્રુડ ઓઈલની અછતની પરિસ્થિતિ સર્જાવાના ભયે અને રશિયાએ ગેસ, ક્રુડ માટે રૂબલમાં ચૂકવણીનો આગ્રહ રાખતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં ૧૨૦ આસપાસ પહોંચી જવા છતાં ભારતમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં સતત વધારો કરાતાં મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠશે એવા સંકેત અને અર્થતંત્ર પરની ભીંસમાં વધારો થવાના એંધાણે કંપનીઓની નફાશક્તિ પણ ઘટવાના અંદાજોએ ઉછાળે સાવચેતી પણ જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, ઓટો અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૧ અને વધનારની સંખ્યા ૧૩૯૬ રહી હતી, ૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાને હવે બે દિવસ બાકી છે ત્યારે ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સની દ્રષ્ટિએ આ વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨ વિક્રમી રહ્યું છે. વર્તમાન વર્ષમાં ભારતીય કંપનીઓ દ્વારા કુલ ૫૨ આઈપીઓ મારફત રૂ.૧.૧૧ લાખ કરોડ ઊભા કરાયા છે, જે  કોઈ એક નાણાં વર્ષમાં અત્યારસુધીની સૌથી વધુ રકમ છે. આગામી નાણાં વર્ષ એટલે કે ૨૦૨૨-૨૩માં આઈપીઓ મારફત નાણાં ઊભા કરવામાં નવો વિક્રમ જોવા મળવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે. 

ગયા નાણાં વર્ષમાં ૩૦ જાહેર ભરણાં મારફત રૂ.૩૧૨૬૮ કરોડ ઊભા કરાયા હતા. આ અગાઉ નાણાં વર્ષ ૨૦૧૭ -૧૮માં રૂ.૮૧૫૫૩ કરોડ ઊભા કરાયા હતા જે અત્યારસુધીની સૌથી વધુ રકમ છે. નવા યુગની ટેકનોલોજી કંપનીના આઈપીઓને  રોકાણકારોનો પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડયો હતો. જેના ડેટા ઉપલબ્ધ છે તે ૫૦ માંથી ૨૯ આઈપીઓનું ભરણું તેના કદ કરતા ૧૦ ગણાથી વધુ ભરાઈ ગયું હતું. આગામી નાણાં વર્ષમાં ૫૪ જેટલી કંપનીઓ આઈપીઓ મારફત રૂપિયા ૧.૪૦ લાખ કરોડ ઊભા કરવા યોજના ધરાવે છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field