Home ગુજરાત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે મતદાન મથક ઉમેરાતા 16મીએ યોજાશે...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે મતદાન મથક ઉમેરાતા 16મીએ યોજાશે ચૂંટણી

23
0

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની તારીખ 16- 12- 2022ના રોજ યોજાનાર વિવિધ મતદાર વિભાગોની સેનેટની ચૂંટણી અંતર્ગત જુદા જુદા મતદાર વિભાગોમાંથી કેટલીક બેઠકો બિનહરીફ થયા બાદ છેવટે કુલ છ મતદાર વિભાગની 20 બેઠકો માટે 50 હરીફ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામી છે. યુનિવર્સિટી કોર્ટ (સેનેટ)ની આ ચૂંટણી અંતર્ગત કુલ 18031 મતદારોમાંથી બિનહરીફ થયેલ મતદાર વિભાગોના મતદારોને બાદ કરતા હવે 14632 મતદારો 50 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 18 ડિસેમ્બરે મતદાન કરશે. યુનિવર્સિટી દ્વારા સેનેટની ચૂંટણી અંગે એક મતદાન કેન્દ્ર વધારીને કુલ 28 મતદાન મથકો નિયત કરવામાં આવ્યા છે જ્યાં સવારે 11 થી સાંજના 5 કલાક સુધી મતદાન યોજાશે.

જોકે, મહેસાણા ખાતેના શ્રીમતી એ.એસ. ચૌધરી મહિલા આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજના એક ઉમેદવાર ચૂંટણીમાં ઊભા હોઇ આ મતદાન કેન્દ્ર સામે વાંધા અરજી આવતા યુનિવર્સિટી દ્વારા એક નવું મતદાન મથક મહેસાણા ખાતે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મતદાન મથક નંબર 6 ખાતે રજીસ્ટર ગ્રેજ્યુએટ્સ – કોમર્સ સિવાયના મતદારો મતદાન કરી શકશે. તેમ યુનિવર્સિટીના આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ચૂંટણીમાં બે મતદાર વિભાગના છ હરીફ ઉમેદવારો ટપાલથી મતદાન કરશે જ્યારે 44 મતદાન મથકો પરથી મતદારો દ્વારા ગુપ્ત મતદાન કરાશે. જુદાજુદા 6 મતદાર વિભાગોના કુલ 14632 મતદારોમાં જિલ્લા વાઇઝ નજર કરતા સૌથી વધુ મતદારો મહેસાણા જિલ્લામાં 4857 નોંધાયા છે.

ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાં 4507 પાટણ જિલ્લામાં 2455, સાબરકાંઠા જિલ્લામાં 2137 અને અરવલ્લી જિલ્લામાં 676 મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણીને લઈને હરીફ ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્ય વેગવંતુ બનાવ્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાવોલનાં યુવાનને પૈસા પરત કરવાના બહાને ચાર શખ્સોએ યુવકને કોલવડાની સીમમાં ઢોર માર મારી ફરાર
Next articleપ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી, પ્રધાનમંત્રીએ કહ્યું,”G20 પર ટીમ વર્કની જરૂર”