Home ગુજરાત હેં રૂપાણીસાહેબ..આપની સંવેદનશીલ સરકારમાં દર્દીઓએ ઇલાજ માટે વિડિયો વાઇરલ કરવા પડે છે..અરરરર

હેં રૂપાણીસાહેબ..આપની સંવેદનશીલ સરકારમાં દર્દીઓએ ઇલાજ માટે વિડિયો વાઇરલ કરવા પડે છે..અરરરર

480
0

સરકારીતંત્રમાં શરમનો એક છાંટો પણ બચ્યો હોય ને તો દર્દીઓની માફી માંગે…! રૂપાણીજી તમે સાંભળ્યું ને…?
કોરોનાના 25 દર્દીઓને અડધી રાત્રે રસ્તા પર રઝળવું પડ્યું,
હેં રૂપાણીસાહેબ, કોરોના પોઝીટીવ દર્દીઓને હડધૂત કરનાર અને બત્તમીઝી કરનાર કર્મી હજુ ફરજ પર છે કે સસ્પેન્ડ…?!
સીવીલના તંત્રમાં કોઇ માનવતા જેવું છે કે નહીં કે પછી સાવ નઘરોળ અને નઠારાપણું જ ચાલે છે સીવીલમાં….?

(જીએનએસ. વિશેષ અહેવાલ), ગાંધીનગર
કોરોના મહામારી સામે ગુજરાત સરકારના મસમોટા દાવાઓની ધજ્જીયાં ઉડાવી દે તેવી એક ઘટનામાં કોરોના પોઝીટીવના બે -પાંચ નહીં પણ પૂરા 25 જેટલા દર્દીઓને અમદાવાદની સીવીલ હોસ્પિટલની બહાર અડધી રાત્રે 8 કલાક સુધી ભૂખ્યા-તરસ્યા બેસી રહેવું પડ્યુ હતું. આ દર્દીઓ પૈકીના એક દર્દીએ પોતાની વ્યથાને સરકારી સુધી પહોંચાડવા વિડિયો ઉતાર્યો અને વાઇરલ કર્યો હતો…! રાણીપ પોલીસ મથકના બે પોલીસ કર્મીઓને આ જ સીવીલમાં બેડના અભાવે નીચે જમીન પર સૂવડાવવામાં આવ્યાં હોવાની ઘટના બાદ તરત જ આ બીજી એવી ઘટના બની કે જેણે રૂપાણી સરકારના કોરોનાને રોકવા માટે હોસ્પિટલોમાં કેવી કેવી સુવિધા કરવામાં આવી હોવાના ફૂલગુલાબી દાવાઓનો છેદ ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો છે. આ 25 પોઝીટીવ દર્દીઓની એક વેદના એ હતી કે સીવીલમાં ફરજ પરના કર્મીઓ દ્વારા તેમની સામે ખરાબ વર્તન( બત્તમીઝી આ શબ્દનો પ્રયોગ કરાયો છે વિડિયોમાં) કરવામાં આવ્યું, જાણે કે તેઓ અછૂત હોય તેમ તેમની સાથે જે ગેરવર્તન કરવામાં આવ્યું તે સંવેદનશીલ સરકારની સંવેદનાની પોલ પણ ખોલે છે…!
કોરોના વાઇરસથી ગુજરાતના લોકોને બચાવવા રૂપાણી સરકાર છેલ્લાં બે મહિનાથી કેવી તૈયારીઓ ચાલે છે અને સરકાર તમામને પહોંચી વળવા સુસજ્જ છે તેવા દાવાઓની વચ્ચે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કે જેનું અંદાજે 800 કરોડના ખર્ચે આધુનિકરણ કરવામા આવ્યું છે અને કોરોનાના દર્દીઓને તેમાં કોઇ મુશ્કેલી નહીં પડે એમ સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી ગાજી ગાજીને બોલતા હતા. કેસો વધવાના છે એવી જાહેરાત ખુદ સરકારે જ કરી હતી. પરંતુ વધતા કેસોને પહોંચી વળવાની કેવી તૈયારીઓ છે તેની પોલ પેલા 25 પોઝીટીવ દર્દીઓના વિડિયોએ બતાવી દિધુ છે…!!
સરકાર અને આરોગ્ય વિભાગ એક-એક એક પોઝીટીવ કેસ શોધવા માટે કમરકસી રહી છે ત્યારે જે દર્દીઓ પોઝીટીવ જાહેર થયા તેમને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવાને બદલે ફરજ પરના કર્મચારી તેમને નામ નોંધણી માટે તુમાખીભર્યા અવાજમાં એમ કહે કે લાઇનમાં આવો….તો તેમાં વાંક પેલા કર્મચારીનો નથી. વાંક સંવેદનશીલ સરકારનો છે. જેવુ સરકાર વર્તન કરે એવું વર્તન નીચેના કર્મચારીઓ કરે. સરકાર એક-એક પોઝીટીવ કેસ શોધવા તંત્રને ઉજાગરા કરાવે છે પરંતુ 25 પોઝીટીવ કેસના 25 દર્દીઓને 8 કલાક સુધી ભૂખ્યા-તરસ્યા સીવીલની બહાર રાત્રિના સમયે ઉભા રહેવું પડે અને નાછૂટકે વિડિયો બનાવીને વાઇરલ કરવો પડે એ જ બતાવો છે કે, સરકારનું તંત્ર કેટલુ સજાગ છે….! વિડિયોમાં પેલા બેન કહે છે કે અમે પોઝીટીવ છીએ, નામ કોઇ નોંધતા નથી, નામ નોંધનાર હડધૂત કરે છે, કોઇ જમવાનું નથી કોઇ પાણીની વ્યવસ્થા નથી, જાયે તો આખિર જાયે કહાં…..નાછૂટકે વિડિયો ઉતારીને સોશ્યલ મિડિયામાં મોકલે છે. અને વિડિયો વાઇરલ થયો પછી કુંભકર્ણની જેમ તંત્ર દોડતું થયું અને જેમણે ફરિયાદ કરી તેમના વિડિયો બનાવીને ઢાંકપિછોડું કરવાનો પ્રયાસ કર્યો છે.
કોઇ એમ કહે કે મને કોરોના છે….તો તરત જ તંત્ર તેને હોસ્પિટલમાં લઇ જઇને સારવાર કરવામાં આવે. . તેના બદલે 25 પોઝીટીવ દર્દીઓને બહાર ઉભા રાખવામાં આવે અને કલાકો સુધી કોઇ તેમની સંભાળ જ ના લે તો સીવીલમાં આ શું ચાલી રહ્યું છે…સરકારમાં આ શું ચાલી રહ્યું છે….સીએમ ડેશબોર્ડના વિડિયો વાઇરલ કરે છે પોતાની કામગીરીના તો આ 25 પોઝીટીવ દર્દીઓને રઝળવુ પડ્યું તેની જાણ તેમને ક્યારે થઇ….કયા અધિકારીએ તેમને ક્યારે જાણ કરી તેની વિગતો સંવેદનશીલ સરકારના અતિ સંવેદનશીલ સીએમ દ્વારા જાહેર થવુ જોઇએ.
કોરોના મહામારી ફેલાઇ છે ત્યારે સરકારે પ્રજા પ્રત્યે અને વિશેષ કરીને જેમને રોગના લક્ષણો છે તેમને તાત્કાલિક સારવાર આપવાને બદલે 8-8 કલાક સુધી હોસ્પિટલના પ્રાંગણ માં જ અનાથની જેમ બહાર ઉભા રહેવું પડે ત્યારે તેમની માનસિક હાલત કેવી થઇ હશે તેનો અનુભવ સંવેદનશીલ સરકારે કર્યો કે કેમ….? શું આ જ છે કોરોના સામેની તૈયારીઓ….?શું આવા છે સીવીલના કર્મચારીઓ કે જે દર્દીઓ સાથે માયાળુ વર્તન દાખવવાને બદલે તેમને હડધૂત કરે…..?
સરકારે, આ કિસ્સાની તપાસ કરાશે, રિપોર્ટ આવશે, પગલા ભરીશું એવા ઘિસ્યા-પિટ્યા શબ્દોને બદલે જે કોઇ જવાબદાર હોય તેને તાકીદે ફરજમાંથી દૂર કરે. પછી તે કોઇ ડોક્ટર હોય કે કારકૂન. કોરોના સામેની લડાઇમાં મિડિયા સરકારની સાથે છે તેથી સરકારી તંત્ર એમ ના સમજે કે તેમને કોઇ પૂછનાર નથી… અને તેમને આવી બતમીઝી ચાલ્યા કરશે…! નોમ નોંધનાર કર્મચારી અમારી સાથે બતમીઝી કરે છે એવું વિડિયોમાં સાંભળ્યા બાદ ઉચ્ચ સત્તાવાળાઓને અડધી રાધે જ સીવીલમાં ધ)સી જવુ હતું અને બતમીઝી કરનારને ઉભા ઉભા સસ્પેન્ડ કરવાની જરૂર હતી. પણ શું એવુ થયું ખરૂ…? માયકાંગલી સરકાર હોય ત્યારે તેનો સંદેશો પણ નિચલા સ્તર સુધી એવો જ જાય અને સામાન્ય દર્દી નહીં પણ જે દર્દી પ્રત્યે આપણને દયા ઉપજે એવા કોરોનાના દર્દી સાથે બતમીઝી….?! તંત્રમાં શરમનો સહેજ પણ છાંટો બચ્યો હોય તો માફી માંગવી જોઇએ પેલા 25 પોઝીટીવ કોરોના દર્દીઓની. શું એવુ થયું….શું એવુ થશે…?! સંવેદનશશીલ સરકારનું ડેશબોર્ડ જાણે…..!!

અમદાવાદની સીવીલના લાલિયાવાડીનો વિડિયો-25 પોઝીટીવ દર્દીઓની વેદનાવાળો, વાઇરલ થયા બાદ બીજો એક એવો વિડિયો વાઇરલ થયો કે જેમાં સીવીલમાં  કોરોના પેશન્ટ પોતાને જમવાનું મળ્યું નથી…એવી ફરિયાદ કરે છે. સરકારે તેની પણ તપાસ કરાવવી જોઇએ. જો તેને ખરેખર જમવાનું નહીં મળ્યું હોય તો તેનો અર્થ એવો જ થાય કે સીવીલમાં દર્દીઓના ખોરાકમાં કટકી ચાલે છે…દર્દીઓના મોઢામાંથી કોળિયું છિનવી લેવાનું કૌભાંડ જ ચાલે છે અને બીજા એક કિસ્સામાં સુરતમાં દારૂના અડ્ડા પર દેશીની પોટલીઓ લેવા માટે અસંખ્ય દારૂડિયાઓ ઉમટી રહ્યાં છે…આ અંગેનો વિડિયો પણ ટીવી ચેનલો પર દર્શાવીને સરકારને સવાલ કરાયો કે આ શું ચાલે છે કોરોનાગ્રસ્ત ગુજરાતમાં….? ક્યાંથી આવ્યો આ દારૂ….દેશી દારૂ બનાવવાની સામગ્રી કોણે આપી, કઇ દુકાન ખુલી રહે છે લોકડાઉનમાં….સવાલો તો ઘણાં પણ…જવાબો….?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકડાઉનમાં છૂટછાટ “વિંછીનો દાબડો” ખોલવા સમાન સાબિત થઇ શકે…?!
Next article400 કરતાં વધારે કરોડપતિ સાંસદોમાંથી કેટલાએ કોરોના માટે પોતાના ખિસ્સામાંથી દાન કર્યું….!?