Home દુનિયા - WORLD હુમલાખોરોના નિશાને આવી નવાઝ શરીફની લંડનની ઓફિસ પર કર્યો હુમલો

હુમલાખોરોના નિશાને આવી નવાઝ શરીફની લંડનની ઓફિસ પર કર્યો હુમલો

49
0

(જી.એન.એસ),તા.૦૪
લંડન
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર આ પહેલા શનિવારે નવાઝ શરીફ પર હુમલો થયો હતો. પણ હવે ફરી એકવાર હુમલાખોરોના હુમલાની ઝપેટમાં તેમની લંડનની ઓફીસ આવી છે. લંડનમાં નવાઝ શરીફની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. એક પાકિસ્તાની પત્રકારે આ માહિતી આપી હતી. આ હુમલામાં શરીફનો ગાર્ડ ઘાયલ થયો હતો. હુમલાનો આરોપ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના કાર્યકર પર લગાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, આશરે 15 થી 20 માસ્ક પહેરેલા હુમલાખોરોએ લંડનમાં નવાઝ શરીફની ઓફિસ પર હુમલો કર્યો હતો. તોડફોડને જોઈને પીએમએલ-એનના કાર્યકરો અને ત્યાં હાજર હુમલાખોરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે ત્રણ લોકોને ઈજાઓ પણ થઈ છે. બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને નવાઝ શરીફની ઓફિસ પર હુમલા સાથે જોડાયેલા કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે બે હુમલાખોરો અને બે પીએમએલ-એન કાર્યકરોની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. પાકિસ્તાની પત્રકાર અહેમદ નૂરાનીએ જણાવ્યું હતું કે, લંડનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના એક કાર્યકર્તાએ નવાઝ શરીફ પર હુમલો કર્યો હતો. તેણે ટ્વીટ કર્યું હતુ કે, ‘લંડનમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર પીટીઆઈ કાર્યકર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં તહરીક-એ-ઈન્સાફ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે હવે પાર્ટીએ તમામ હદો વટાવી દીધી છે. શારીરિક હિંસા ક્યારેય માફ કરી શકાતી નથી. પિતા નવાઝ શરીફ પર હુમલા બાદ મરિયમ નવાઝ શરીફે કહ્યું છે કે ‘ઉશ્કેરણી અને રાજદ્રોહ’ના આરોપમાં ઈમરાન ખાનની ધરપકડ થવી જોઈએ. મરિયમે ટ્વીટ કર્યું હતું કે, “પીટીઆઈના જેઓ હિંસાનો આશરો લે છે અથવા કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડે તેવી સ્થિતિ સર્જે છે તેમની ધરપકડ થવી જોઈએ. આવા લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોઈ દિવસ વિચાર્યું હતું કે સંગીતના સૌથી મોટા એવોર્ડ ‘ગ્રેમી એવોર્ડ’ ટ્રોફી શેની બનેલી છે અને શું કિંમત છે?
Next articleયુક્રેનના મેયર અને તેમના પરિવારને ગોળી મારીને હત્યા કરવાથી રશિયન સેનાની નિર્દયતા દેખાઈ