Home ગુજરાત ગાંધીનગર હીટ વેવના સામના માટે જરૂરી તમામ આવશ્યક પગલાં ભરવા સુચના આપતા જિલ્લા...

હીટ વેવના સામના માટે જરૂરી તમામ આવશ્યક પગલાં ભરવા સુચના આપતા જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે

20
0

કલેકટરશ્રી દ્વારા હીટવેવ સંદર્ભે  જિલ્લાના અધિકારીઓ સાથે ઓનલાઇન મીટ યોજવામાં આવી

(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ગાંધીનગર જિલ્લામાં રેડ એલર્ટની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેએ હિટવેવના સામના માટે જરૂરી તમામ આગોતરા પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ આ સંદર્ભે તાકીદે ઓનલાઈન મિટ યોજીને લૂ લાગવાથી લોકોને બચવાના ઉપાયોથી માહિતગાર કરવા તેમજ ગ્રાસ રૂટ લેવલ સુધી લૂ લાગવાથી બચવા માટે શું કરવું અને શું કરવું નહીં તે વિશેની માહિતી પહોંચાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત હીટવેવના સામના માટે જરૂરી તમામ આવશ્યક પગલાં ભરવા પણ સૂચના આપી શ્રમિકો કામ કરતા હોય તેવી તમામ સાઈટ પર બપોરના બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી કામગીરી બંધ રહે તેની તકેદારી રાખવા, લૂ લાગવાના કિસ્સામાં સમયસર સારવાર મળી રહે તેમજ જિલ્લામાં ધનવંતરી રથ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં પણ સનસ્ટ્રોક સામે આરોગ્ય સુવિધા મળી રહે તેવી જે વ્યવસ્થા ગોઠવાઈ છે તેની સમીક્ષા પણ કલેક્ટરશ્રી એ આ બેઠકમાં કરી હતી.

 આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી lએ પણ હીટવેવ સામે લેવાયેલા પગલાં સંદર્ભે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં ઉષ્મા લહેરની સ્થિતિને ધ્યાને લઈ આંગણવાડીનો સમય અન્ય હુકમ ના થાય ત્યાં સુધી સવારના 07:30 થી 10:00 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી જ રીતે આ ઓનલાઈન મીટમાં જોડાયેલા નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રીભોરાણીયાએ મહાનગરપાલિકા વિસ્તારમાં હીટવેવના સામના સંદર્ભે લેવામાં આવેલા પગલાંની માહિતી આપી હતી.

 આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીઓ પણ જોડાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉદેપુર હાઈવે પર અકસ્માતમાં એક રાહદારીનું મોત થતા ગ્રામજનોએ ચક્કાજામ કર્યા હતા
Next article‘કલ્કી 2898 એડી’ના મેકર્સ ફિલ્મમાં 12 સેકન્ડ માટે ખર્ચ કરાયા 3 કરોડ