Home મધ્ય ગુજરાત અમદાવાદ હિટવેવથી બચવા, સાવચેતી રાખવા જી. એન. એસ નેશનલ ન્યૂઝ એજન્સી તરફથી જાહેર...

હિટવેવથી બચવા, સાવચેતી રાખવા જી. એન. એસ નેશનલ ન્યૂઝ એજન્સી તરફથી જાહેર અપીલ

9
0

(જી.એન.એસ)

માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જે મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે જેથી શરીરમાં સનસ્ટ્રોક (લુ) લાગવાની શક્યતા ઘણી વધારે છે. જાહેર જનતાનાં હિતાર્થ સન સ્ટ્રોક (લુ) થી બચવા જી. એન. એસ નેશનલ ન્યૂઝ એજન્સી તથા આરોગ્ય દ્વારા કેટલાક સુચનો અનુસરવા અનુરોધ કરાયો છે.

અસહ્ય ગરમીમાં ભારે પરીશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. શરીરમાંથી પાણી તથા ક્ષારનું પ્રમાણ ઘટી જાય છે, જેનાં કારણે સન સ્ટ્રોક (લુ)ની અસર જણાય છે.

સન સ્ટ્રોક (લુ) લાગવાના લક્ષણો:-

          માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ.

          શરીર અને હાથ પગમાં અસહ્ય દુ:ખાવો થાય.

          ખુબ તરસ લાગે, વધુ પરસેવો થવો.

          ગભરામણ થાય.

          ચક્કર આવે.

          શ્વાસ ચડવો.

          હૃદયના ધબકારા વધી જાય.

          બેભાન થવું, શરીરમાં નબળાઇ આવવી.

          ગરમ, લાલ અને સુકી ચામડી થવી.

સન સ્ટ્રોક થી બચવા:-

          વધુ ગરમીમાં બિનજરૂરી બહાર જવું નહી.

          વધુ પડતા પ્રવાહીનો ઉપયોગ કરવો જેવા કે લીંબુ શરબત, શેરડીનો રસ, તાજા ફળોનો રસ પાણી, ઓ.આર.એસ વગેરે.

          લાંબો સમય સુધી તડકામાં ઊભા રહેવું નહીં.

          આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.

          આંખો પર ગોગલ્સ પહેરવા, માથા પર ટોપી પહેરવી.

          ભીના કપડાંથી માથું ઢાંકી રાખવું.

          નાનાં બાળકો, સગર્ભા સ્ત્રી, વૃદ્ધોએ ગરમીમાં બહાર નીકળવું નહીં.

          લાંબો સમય ભૂખ્યા રહેવું નહીં.

          ખુલ્લા પગે તડકામાં ચાલવું નહીં.

          માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં  લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરાવી સલાહ અને સારવાર લેવી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field