(GNS)
ગૌતમ અદાણીએ અદાણી ગ્રૂપની અદાણી એજીએમ Adani AGM (Adani Annual General Meeting 2023)માં હિંડનબર્ગ રિસર્ચ (Hindenburg Research Report) પર ફરી વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ સંપૂર્ણપણે ટાર્ગેટ હતો અને ખોટી માહિતીના આધારે જૂથને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે રિપોર્ટમાં લાગેલા મોટાભાગના આરોપો મોટાભાગે 2004થી 2015ના છે. તે સમયે સત્તાવાળાઓ દ્વારા તે તમામનું સમાધાન કરવામાં આવ્યું હતું.આ અહેવાલ અદાણી જૂથને બદનામ કરવાના હેતુથી ઇરાદાપૂર્વકનો અને બદનામ કરવાનો પ્રયાસ હતો.
અદાણી ગ્રૂપની અદાણી એજીએમને સંબોધતા ગૌતમ અદાણીએ કહ્યું કે, હિંડનબર્ગ રિસર્ચના અહેવાલથી માત્ર અદાણી જૂથને જ નુકસાન થયું નથી. તેના બદલે ભારતના શેરબજારને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે સેબીની તપાસ હજુ ચાલુ છે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી કમિટીને પણ અદાણી ગ્રુપે કોઈ ગેરરીતિ કરી છે કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપો સાચા છે તે સાબિત કરવા માટેના કોઈ પુરાવા મળ્યા નથી.
અદાણી ગ્રુપ સેબીની તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે. અમને આશા છે કે કોર્ટમાંથી અમને રાહત મળશે. તમને જણાવી દઈએ કે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આવ્યો હતો. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રૂપે અત્યાર સુધીની સૌથી મોટી એકાઉન્ટિંગ છેતરપિંડી કરી છે અને શેર્સમાં હેરાફેરી કરી છે. જે બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને માર્કેટ કેપમાં $100 બિલિયનથી વધુનો ઘટાડો થયો હતો. અદાણી ગ્રુપની એજીએમની અસર દેખાઈ રહી છે. અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અદાણી પોર્ટ અને સેઝ,અદાણી પાવર ,અદાણી ટ્રાન્સમિશન ,અદાણી ગ્રીન,અદાણી વિલ્મર ,અંબુજા સિમેન્ટ અને એનડીટીવીના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ACC અને અદાણી ટોટલ ગેસમાં ઘટાડો જોવા મળ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.