Home ગુજરાત ગાંધીનગર હવે હર્ષ સંઘવીના નામે ફેક આઈડી બનાવવામાં આવ્યું

હવે હર્ષ સંઘવીના નામે ફેક આઈડી બનાવવામાં આવ્યું

17
0

જો નકલી આઈડી પરથી કોઈ રિક્વેસ્ટ કે મેસેજ આવો તો તેને રિપોર્ટ કરો : હર્ષ સંઘવી

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૩૦

આજના ડિજિટલ યુગમાં લોકો અનેક પ્રકારના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ઘણા લોકો બીજાના નામ પર ફેક આઈડી પણ બનાવતા હોય છે. તેવામાં ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નામે ફેસબુક પર કોઈએ ફેક એકાઉન્ટ બનાવ્યું છે. હર્ષ સંઘવીએ ખુબ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લોકોને અપીલ કરી છે કે તેમના નકલી આઈડી પરથી કોઈ મેસેજ કે રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરશો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જાણકારી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું- મારા નામથી ફેસબુક પર કોઈએ ફેક આઈડી બનાવ્યું છે. જો તમને કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ આવે તો તમે તેની સાથે કોઈ સંપર્ક કરતા નહીં. હર્ષ સંઘવીએ લોકોને આ આઈડી રિપોર્ટ કરવા માટે પણ કહ્યું છે. એટલે કે સાઇબર છેતરપિંડી કરતા લોકો અન્યના નામે ફેક આઈડી બનાવી તેનો ઉપયોગ કરતા હોય છે. એટલે જો તમને પણ આવા કોઈ મેસેજ કે રિક્વેસ્ટ આવે તો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને કહ્યું કે, જો આ નકલી આઈડી પરથી કોઈ રિક્વેસ્ટ કે મેસેજ આવો તો તેને રિપોર્ટ કરો. મહત્વનું છે કે કોઈ લોકો ગૃહરાજ્યમંત્રીના આ ફેક આઈડી દ્વારા છેતરપિંડીનો ભોગ ન બને તે માટે હર્ષ સંઘવીએ બધાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે જો તમને પણ આવા આઈડી પરથી કોઈ મેસેજ આવે તો ખાસ ધ્યાન રાખજો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article31 જુલાઈ બાદ પણ થઇ શકશે આવકવેરા રિટર્ન ફાઈલ!.. જાણો
Next articleકેરળના વાયનાડના મેપ્પડીમાં ધોધમાર વરસાદ પછી ભૂસ્ખલન, રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું