Home ગુજરાત હવે રૂપાલા સામે ક્ષત્રિયાણીઓ લડશે ચુંટણીનો જંગ

હવે રૂપાલા સામે ક્ષત્રિયાણીઓ લડશે ચુંટણીનો જંગ

49
0

રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે

(જી.એન.એસ),તા.૦૧

રાજકોટ,

રાજકોટમાં રૂપાલા સામે વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. મોહન કુંડારિયાના નામની ચર્ચા વચ્ચે રૂપાલાએ ખુદ ખુલાસો કર્યો છે કે મોહન કુંડારિયા ડમી ઉમેદવારી ભરવાના છે. પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે કે રાજકોટમાં ઉમેદવાર બદલવો જોઈએ કે નહીં. ક્ષત્રિયોએ રાજકોટમાં એક મોટી સભા યોજવાની તૈયારીઓ કરી લીધી છે ત્યાં આજે આ મામલાએ એક નવો વળાંક લીધો છે. આજે ભાવનગર, સુરત, મહિસાગર અને સુરેન્દ્રનગરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.  ક્ષત્રિય સમાજના પ્રભુત્વ ધરાવતાં ગામડાઓમાં ભાજપના નેતાઓને પ્રવેશ મળે તેવી ઓછી સંભાવના વચ્ચે આજે પરસોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ જાહેર કરી છે. રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે. રાજકોટ એ પાટીદાર સમાજનો ગઢ છે. અહીં કડવા અને લેઉવા પાટીદારો રૂપાલાને 5 લાખની લીડથી જીતાડવાની ક્ષમતા ધરાવે છે પણ ભાજપ આ સીટની અસર બીજા જિલ્લાઓમાં ન પડે માટે ફૂંકી ફૂંકીને નિર્ણયો લઈ રહી છે.  રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે થઈ રહેલા ક્ષત્રિયોના વિરોધ મામલે મોટા સમાચાર બહાર આવી રહ્યાં છે.

રાજકોટ લોકસભા ના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આજે નવી જાહેરાત કરી હતી. ગુજરાતમાં રૂપાલા સામે રોજ નવા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસને લઈને અલગ અલગ જિલ્લાઓમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. મહીસાગર જીલ્લાના વિવિઘ ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા કલકેટરને આવદેનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લાના અલગ અલગ ક્ષત્રિય સંગઠનોએ એકત્ર થઈ રૂપાલાનો વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા મોદી તુજ સે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીંના સુત્રો સાથે કલેકટરને રજૂઆત કરી હતી. રૂપાલાને જ્યાં પણ ટિકિટ આપશે ત્યાં વિરોધ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.  રૂપાલાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

ક્ષત્રિય સમાજની માફી વિશે કહ્યું કે, મેં તો મારુ સ્ટેન્ડ પહેલાં જ દિવસે ક્લિયર કર્યુ હતું. મારાથી શાબ્દિક ભૂલ થઈ હતી, તેની સામે મે માફી માંગી હતી. મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ માફી પણ આપી હતી. તે વિષય પૂરો થયો હતો. હવે તેમના વિષયને લીધે તેઓએ પાર્ટી સામે માંગણી કરી હશે. એ સમાજ અને પાર્ટી વચ્ચનો વિષય છે. તેમાં મારે વચ્ચે પડવાનું ન હોય. દરેક સમાજને પોતાની વાત કરવાના પણ અધિકાર હોય છે. વિપક્ષને પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરવાના અધિકાર હોય છે. સમાધાન થાય, ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તેટલા માટે તો મેં માફી માંગી છે. ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ સમાજ માફી આપે તેવુ અમે અને આગેવાનો કહી રહ્યાં છે. મને એવુ લાગે છે આ વિષય અહી અટકાવી દેવો જોઈએ. તેના પર ડિબેટ કરવાથી કોઈ અંત નહિ આવે.  ગુજરાતમાં રાજકોટ એ ભાજપની સેફ સીટ ગણાય છે. રાજકોટ લોકસભા બેઠક પર જ્યારે પરશોતમ રૂપાલાનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને પાર્ટી હાઈ કમાન્ડ સુધી સૌ કોઈ માની રહ્યા હતા કે અહીં તો 5 લાખની લીડની જગ્યાએ 6.5 લાખની લીડ ભારતીય જનતા પાર્ટીના સિનિયર સૌરાષ્ટ્રના લીડર તેમજ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને મળશે. પરંતુ સેફ ગણાતી સીટ ઉપર દિવસે અને દિવસે પરશોત્તમ રૂપાલા માટે કપરો સમય ચાલી રહ્યો છે. ડાયરાની જેમ ભાષણ લલકારવાના શોખિન રૂપાલાને હવે એક નહીં 2 સમાજ વિરોધમાં આવ્યો છે. ક્ષત્રિયોનો વિવાદ તો પૂરો થયો નથી ત્યાં રૂપાલાએ દલિત સમાજને પણ નારાજ કરી દીધો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશોભના બારૈયાએ ચુંટણી લડવા નોકરીમાંથી રાજીનામું આપી દીધું,  હવે ટીકીટ કપાય તેવી સ્થિતિ
Next articleક્ષત્રિય સમાજનો રોષ આસમાને પહોંચતા પરસોતમ રૂપાલાએ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી