Home દુનિયા - WORLD હવામાન વિભાગની આગાહી ૧૧ મે સુધી ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી

હવામાન વિભાગની આગાહી ૧૧ મે સુધી ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી

54
0

(જી.એન.એસ),તા.૦૯
નવીદિલ્હી
ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોફાનની અસર દક્ષિણ પૂર્વ અને તેની નજીક પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં, કાર નિકોબાર (નિકોબાર દ્વિપ સમૂહ) થી લગભગ ૬૧૦ કિમી ઉત્તર પશ્ચિમમાં, પોર્ટ બ્લેરથી ૫૦૦ કિમી પશ્ચિમમાં, વિશાખાપટ્ટનમથી ૮૧૦ કિમી દક્ષિણ-પૂર્વ અને પુરીથી ૮૮૦ કિમી દક્ષિ-દક્ષિણપૂર્વમાં જાેવા મળશે. પુરીથી લગભગ ૯૨૦ કિમીના અંતર પર બંગાળની ખાડી ઉપર રહેવા દરમિયાન અસાની એક ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ ૧૧ મે ના રોજ ચક્રવાતી તોફાનના રૂપમાં ગંજમ અને પુરી વચ્ચેના કાંઠાથી સૌથી નજીક જાેવા મળશે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ચક્રવાત અસાનીની અસર ૧૭ રાજ્યોમાં જાેવા મળી શકે છે. ૧૪ રાજ્યોમાં તો અસર દેખાવવાની શરૂ પણ થઈ ચૂકી છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર સહિત ૧૪ રાજ્યોમાં અસર જાેવા મળી છે. કેરળ, કર્ણાટક, કરાઈકલ, તમિલનાડુ, ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલયમાં ૧૧ મે સુધી વરસાદ પડવાની આશંકા છે.દેશ પર ફરીથી એકવાર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીથી ઉદ્ભવેલા અસાની નામનું વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં ઓડિશાના કાઠે પહોંચે તેવું કહેવાઈ રહ્યું છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ ચક્રવાત અસાની હાલ દક્ષિણ પૂર્વ આંદમાનમાં છે જે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. ૧૦મી મે સુધીમાં તે દિશામાં આગળ વધી શકે છે. ત્યારબાદ તે ઓડિશાને સમાંતર આગળ વધશે. સાંજ સુધીમાં પુરીના દક્ષિણ ભાગે પહોંચે તેવી શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઓડિશા, બંગાળ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કરાયું છે. અસાનીએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધુ છે અને ભીષણ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. બંગાળની ખાડીમાં સક્રિય અસાની તોફાનની અસર દેખાવવાની શરૂ થઈ ગઈ છે. બિહારના અનેક જિલ્લાઓમાં સવારથી આકાશમાં વાદળો છવાયેલા છે. તોફાનના કારણે ૧૨મીમેના રોજ પૂર્વ-પશ્ચિમ ચંપારણ, શિવહર, સીતામઢી, બાંકા, મધુબની, કિશનગંજ, ભાગલપુર સહિત ૧૫ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન તજજ્ઞોના જણાવ્યા મુજબ અસાની વાવાઝોડું ઓડિશામાં સ્થળ ભાગે ટકરાશે નહીં પરંતુ વાવાઝોડાની શક્યતાના પગલે ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. ઓડિશાના કાઠે જાેરદાર પવન ફૂંકાવવાની શક્યતા જાેતા ૧૦, ૧૧ અને ૧૨ તારીખના રોજ તમામ પોર્ટ પર અલર્ટ જાહેર કરાઈ છે. માછીમારોને ૧૧ મે સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તજજ્ઞો મુજબ ચક્રવાતના પ્રભાવથી નવમી મેથી ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોમાં સમુદ્ર અશાંત જાેવા મળશે. જ્યારે ૧૦મી મેના રોજ હળવો વરસાદ થશે. જાે કે આ દરમિયાન ઓડિશાના ગજપતિ, ગંજામ અને પુરી જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. ૧૧મી મેના રોજ ગંજામ, ખુર્દા, પુરી, જગતસિંહપુર તથા કટક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. એ જ પ્રકારે ૧૨મી મેના રોજ પુરી, જગતસિંહપુર, કેન્દ્રાપાડા, કટક, ભદ્રક, બાલેશ્વર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તે સમયે ૬૦ કિમી પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી ૨-૩ કલાક સુધી પશ્ચિમ બંગાળના હાવડા, કોલકાતા, હુગલી, પશ્ચિમ મિદનાપુર જિલ્લાઓમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ અપાઈ છે. હવામાન તજજ્ઞ ઉમાશંકર દાસે જણાવ્યું કે અસાની હાલ ૧૬ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું પુરીથી દક્ષિણ-પૂર્વ દિશામાં ૧૦૨૦ કિમી અને વિશાખાપટ્ટનમથી દક્ષિણ-પૂર્વ દિશામાં ૯૭૦ કિમી દૂર છે. તેમના કહેવા પ્રમાણે વાવાઝોડું ૧૦મી મેની સાંજ સુધીમાં ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશા નજીક સમુદ્ર સુધી પહોંચશે. જાે કે તે રિકર્વ કરીને ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી જશે. ઉત્તર પૂર્વ દિશામાં અસાનીના આગળ વધવાની આશંકાઓ પ્રબળ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈંગ્લેન્ડના કેપ્ટને ઈનિંગ્સમાં ૧૭ સિક્સર ફટકારી
Next articleયુદ્ધ વચ્ચે પુતિન ફરીથી પિતા બનવાના છે ? ગર્લફ્રેન્ડ અલીના ગર્ભવતી છે