Home ગુજરાત હર ઘર તિરંગા અભિયાન નિમીત્તે પોસ્ટ ઓફિસમાંથી મળશે રાષ્ટ્રધ્વજ

હર ઘર તિરંગા અભિયાન નિમીત્તે પોસ્ટ ઓફિસમાંથી મળશે રાષ્ટ્રધ્વજ

44
0

(જી.એન.એસ),તા.૦૬
નવીદિલ્હી
‘આઝાદીના અમૃત મહોત્સવ’ ના સંદર્ભમાં, ભારતીય ટપાલ વિભાગ સાથે રાષ્ટ્રીય ધ્વજને ૧૩ મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૨ દરમિયાન ફરકાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’ની ઉજવણી કરી શકાશે. ભારતના સૌથી ભવ્ય તહેવારની ઉજવણી માટે, ભારતીય ટપાલ વિભાગ ભારતીય રાષ્ટ્ર ધ્વજ રૂ. ૨૫/- (૨૦ ઇંચ ટ ૩૦ ઇંચ) માં ઉપલબ્ધ કરાવી રહ્યો છે. કોઈપણ વ્યક્તિ ધ્વજને ખરીદવા માટે તેમની નજીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક કરી, ‘તિરંગા’ ને તેમના ઘરે લાવી અને તેને ફરકાવીને ભારતના આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી કરી શકે છે. લોકો ભારતીય ટપાલ વિભાગની વેબસાઈટ https://www.indiapost.gov.in/ અથવા ઈ-પોસ્ટ ઓફીસની વેબસાઈટ https://www.epostoffice.gov.in/ ના સંપર્ક દ્વારા પણ ધ્વજની ખરીદી ઈ-પોસ્ટ ઓફીસ પોર્ટલ પર સીધી ચુકવણી કરીને કરી શકે છે. રાષ્ટ્રીય ધ્વજ, ઉપરની વેબસાઈટ લિંક દ્વારા ઓર્ડર કરેલ, વ્યક્તિને તેમના સરનામા ઉપર ઉપલબ્ધ સ્ટોકમાંથી પોસ્ટમેન મારફતે વિતરણ કરવામાં આવશે. ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત, જાહેર જનતા માટે પોસ્ટ ઓફિસમાં સેલ્ફી પોઈન્ટ ઉપલબ્ધ કરેલ છે, જેથી ‘તિરંગા સાથે સેલ્ફી’ને સોશિયલ મીડિયા ઉપર ‘ૈંહઙ્ઘૈટ્ઠ ર્ઁજં’ અને ‘છદ્બિૈં સ્ટ્ઠર્રંજટ્ઠદૃ’ના હેન્ડલ ઈંૈંહઙ્ઘૈટ્ર્ઠઁજં૪્‌ૈટ્ઠિહખ્તટ્ઠ, ઈંૐટ્ઠય્રિટ્ઠિ્‌ૈટ્ઠિહખ્તટ્ઠ અને ઈંછદ્બિૈંસ્ટ્ઠર્રંજટ્ઠદૃ હેશ્ટેગ્સ પર ટેગ કરીને અપલોડ અને શેર કરી શકે. ભારતીય ટપાલ વિભાગ દરેક લોકોને ૭૫મા સ્વતંત્રતા દિવસની આ ૧૫મી ઓગસ્ટે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવણી માટે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’માં ભાગ લેવા પ્રોત્સાહિત કરી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરપ્રદેશમાં બે ભાઈઓને સાપ કરડતા મોત નીપજ્યું
Next articleહું સલમાન કે શાહરૂખ નથી, કામ માટે આજે પણ સંઘર્ષ કરવો પડે છે : અન્નુ કપૂર