(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.8
ભાજપના કદાવર નેતા હરેન પંડ્યા ની હત્યા કોણે કરી તેનો ભેદ ૧૫ વર્ષે પણ ઉકેલાયો નથી ત્યાં ભાજપ ના વધુ એક વિવાદી અને પ્રદેશ કક્ષાના નેતા અને પુર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાલી ની ચાલુ ટ્રેન માં અઢી રાત્રે ગોળીઓ મારીને હત્યા કરવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. ભાનુશાલી એક રેપ કેસમાં સપડાયા હતા અને એમ કહેવાય છે કે કચ્છ નલીયા કાંડમાં પણ તેમની મુખ્ય ભૂમિકા ના આરોપોને લઈને પણ તેમની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
૨૬ માર્ચ ૨૦૦૩ના રોજ હરેન પંડ્યા ની હત્યાના પગલે ભાજપમાં કે પોલીસ સીબીઆઈ પણ તેમની હત્યા ખરેખર કોણે, ક્યારે, ક્યાં અને કયા હેતુ માટે તેમની હત્યા કરવામાં આવી તેના રહસ્યો હજુ અકબંધ છે. હરેન પંડ્યા ની હત્યાના પડઘા હજુ શાંત થયા નથી. તો બીજી તરફ ભાજપ ના વધુએક કદાવર નેતા જયંતીભાઈ ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં મધરાતે તેમના ડબ્બામાં ઘૂસીને ગોળીઓ મારીને કરાયેલી હત્યાના પગલે ભાજપના ઘણા કાર્યકરોને હરેન પંડ્યા કેસ ની પણ યાદ આવી હશે. સરકારે તેની તપાસ સિઆઈડી ને સોંપી છે. પરંતુ જેમ હરેન પંડ્યા કેસમાં કોઈને સજા થઇ નથી અને કોણે તેમની હત્યા કરી તે ૧૫ વર્ષ પછી પણ તેનો ભેદ ઉકેલાયો નથી. તેમ આ કેસમાં પણ છેવટે તેમની હત્યા પણ રહસ્ય બની રહે તો નવાઈ નહિ.
થોડાંક સમય પહેલા ભાજપ અને ગુજરાતના રાજકારણમાં નલીયા રેપ પ્રકરણએ ભારે ચકચાર અને ઉહાપોહ મચ્યો હતો. એમ કહેવાય છે કે ભાજપ સરકાર ને વિધાનસભામાં અને વિધાનસભાની બહાર નલીયા રેપ કાંડે શરમજનક સ્થિતિ માં મૂકી હતી. આ કાંડ ના મુખ્ય જાણકાર અને સુત્રધાર જયંતીભાઈ હોવાનું કહેવાય છે. તેથી તેમની હત્યા કરવામાં આવી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જો કે હત્યા બાદ આવા ઘણાં આરોપો અને વાતો બહાર આવવાની શરૂઆત ભાજપ ને ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં મુશ્કેલીમાં મૂકી શકે એવી શક્યતા પણ છે.
ભાજપના સૂત્રો જણાવે છે કે સતત મળી રહેલી સત્તા અને સંપત્તિને કારણે અમારા નેતાઓ અહંકારી બની ગયા છે. કેટલાય નેતાઓ કાયદો અને પોલીસને હાથમાં લઈને ફરે છે મોટા પ્રચારો કરીને અબજો રૂપિયા કમાઈ ગયેલા આવા અનેક નેતાઓ શરાબ અને સુંદરીમાં રચ્યાપચ્યા રહે છે. જયંતી ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચેની દુશ્મનાવટ જાહેરમાં આવી ગઈ છે. જેથી સૌ કોઈને તેની જાણ થઈ પરંતુ એવા અનેક નેતાઓ વચ્ચે હજુ પણ આ પ્રકારની દુશ્મનાવટ ચાલી રહી છે. જો આ ઝઘડાઓ બહાર આવે તો ગુજરાત ભાજપમાં ભૂકંપ સર્જાઇ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.