(G.N.S) dt. 23
અમદાવાદ,
સ્વચ્છતા પખવાડિયા 2023 હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં કચરાના વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા માટે એક નવીન યાત્રા શરૂ કરવામાં આવી. સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપન અંગે લોકોને જાગૃત કરવા અને તેને પ્રોત્સાહન આપવા અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ કરવામાં આવ્યો.
‘સ્વચ્છતા ટ્રેન’ની શરુઆત પાછળનો પ્રાથમિક ઉદ્દેશ્ય કચરાનો યોગ્ય નિકાલ અને શહેરની સ્વચ્છતાના મૂલ્ય અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. AMC દ્વારા સ્થાનિકો અને મુલાકાતીઓને સ્વચ્છતા અંગે શિક્ષીત કરવા માટે ‘સ્વચ્છતા ટ્રેન’ એક મનોરંજક અને શૈક્ષણિક સવારી હતી, જે સ્વચ્છતા સંબંધિત સુંદર સંદેશાઓ અને ચિત્રોમાંથી પસાર થતી મુસાફરોને કાંકરિયા લેક ફ્રન્ટ સુધી લઈ જતી. રસપ્રદ પ્રદર્શનો અને પ્રસ્તુતિઓ દ્વારા ટ્રેનમાં મુસાફરોને કચરાના વ્યવસ્થાપન વિશે જાણવાની તક મળી.
ખાસ ડિઝાઈન કરાયેલા સંદેશાઓ ‘સ્વચ્છતા ટ્રેન’ની પહેલના સૌથી નવીન પાસાઓમાંના એક હતા. તેમાં મુસાફરોને પ્લેટસ્ અને હેન્ડ-બોલ્ટ્સ આપવામાં આવ્યા હતા, જેમાં કચરાના વ્યવસ્થાપનના મહત્વ વિશેના સંદેશાઓ લખવામાં આવ્યા હતા. આ સંદેશાઓએ શહેરના રહેવાસીઓમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના પ્રેરિત કરી.
‘સ્વચ્છતા ટ્રેન’ સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટેની AMCની અતૂટ પ્રતિબદ્ધતાને રજૂ કરે છે. તે અમદાવાદમાં સ્વચ્છતાના ઉદ્દેશ્યને આગળ વધારવા માટે તેમનો સર્જનાત્મક અભિગમ દર્શાવે છે. નાગરિકોએ આ પહેલમાં પૂરા દિલથી ભાગ લીધો હતો.
‘સ્વચ્છતા ટ્રેન’ પહેલે અમદાવાદના રહેવાસીઓ અને મુલાકાતીઓમાં કચરાના વ્યવસ્થાપન અને સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃતિમાં વધારો કર્યો છે. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 મિશનમાં યોગદાન આપતા મુસાફરો શૈક્ષણિક સામગ્રી સાથે સક્રિયપણે જોડાયેલા છે. આ પહેલે શહેરના રહેવાસીઓ અને મુલાકાતીઓમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને તેમને કચરાના વ્યવસ્થાપનમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રેરણા આપી.
ISL 2.0ના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ‘સ્વચ્છતા ટ્રેન’ પહેલ એ કલ્પના, નવીનતા અને સર્જનાત્મકતાના ઉપયોગથી સ્વચ્છતાને પ્રોત્સાહન આપી શકાય છે, તેનું ઉદાહરણ પુરુ પાડે છે. આ પરિવર્તનશીલ પ્રોજેક્ટ શહેરના સ્થાનિકો અને મુલાકાતીઓને સ્વચ્છ અને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત કરવાની સાથે પહેલમાં સક્રિયપણે સામેલ કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.