Home દેશ - NATIONAL સ્યુસાઈડ નોટમાં નામ હોવુ એટલે દોષીત જ હોય તેવુ ના ગણાય, કાયદો...

સ્યુસાઈડ નોટમાં નામ હોવુ એટલે દોષીત જ હોય તેવુ ના ગણાય, કાયદો શું કહે છે?..તે જાણો..

8
0

(GNS),26

ગીતિકા શર્મા આત્મહત્યા કેસમાં હરિયાણાના ભૂતપૂર્વ પ્રધાન ગોપાલ કાંડાને નિર્દોષ જાહેર કર્યા પછી, એક પ્રશ્ન બહુ ઝડપથી ચર્ચાઈ રહ્યો છે કે સ્યુસાઈડ નોટમાં નામ આવ્યા પછી આરોપીને કેવી રીતે નિર્દોષ છોડી શકાય? શું સ્યુસાઈડ નોટમાં નામ હોવુ એ પૂરતો પુરાવો નથી? કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવે છે કે સ્યુસાઈડ નોટમાં નામ આવવાનો અર્થ એ થાય કે સજા નક્કી છે. પરંતુ, આ ગીતિકા આત્મહત્યા કેસમાં આવું ના થયું. બંને આરોપી ગોપાલ કાંડા અને અરુણા ચઢ્ઢાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. હકીકતમાં કોર્ટની પ્રક્રિયા પુરાવાના આધારે ચાલે છે. ગીતિકા શર્મા આત્મહત્યા કેસમાં કોર્ટને જાણવા મળ્યું કે, ચાર્જશીટમાં પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવા પૂરતા નથી. તેઓ એ પણ સાબિત કરી શક્યા નથી કે ગોપાલ કાંડાએ ગીતિકાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. જેના આધારે કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

મામલો ક્યાં અટક્યો હતો?.. સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની કુમાર દુબે કહે છે કે, કોર્ટ ધારણા પર ચાલતી નથી. નક્કર પુરાવા હોવા જોઈએ.સ્યુસાઈડ નોટમાં નામ નોંધવાની બાબતમાં સૌથી મોટો પડકાર એ છે કે તે સાબિત કરવું જોઈએ કે સ્યુસાઈડ નોટ મૃતક દ્વારા જ લખવામાં આવી હતી. આ સાબિત કરવા માટે કયા પ્રયત્નો કર્યા ? શું તેમણે હસ્તાક્ષર નિષ્ણાતની સલાહ લીધી? શું તેની કોઈ વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવી હતી ? આટલું બધું થયું હોય તો પણ શું એવો કોઈ પુરાવો સામે આવ્યો છે જે સાબિત કરે કે આરોપીએ આત્મહત્યા માટે મૃતકને પ્રેર્યા હતા? જો આ ના હોય તો ધણી મુશ્કેલી હોય છે. કાયદો લાગણીઓ પ્રમાણે ચાલતો નથી. એડવોકેટ દુબેનું કહેવું છે કે, ગીતિકા શર્મા કેસમાં એ વાત પણ સામે આવી છે કે આત્મહત્યાની તારીખ 5 ઓગસ્ટ 2012ના સાત-આઠ મહિના પહેલા ગોપાલ કાંડાએ ગીતિકા શર્મા સાથે કોઈ વાતચીત કરી ના હતી. બીજા આરોપી અરુણા ચઢ્ઢા સાથે એક મહિના સુધી કોઈ વાતચીત થઈ ના હતી. પોલીસની તપાસમાં એવો એક પણ સાક્ષી મળ્યો ન હતો જેણે કહ્યું હોય કે, ગોપાલ કાંડાએ ગીતિકાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી.

કેટલી સજાની છે જોગવાઈ… આત્મહત્યાના કિસ્સામાં, જો તે સાબિત થાય છે કે આરોપીએ આત્મહત્યા માટે પ્રેરિત કર્યો છે, તો IPCની કલમ 306 હેઠળ, મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે છે. દંડ પણ લાદવામાં આવી શકે છે. સ્યુસાઈડ નોટમાં માત્ર નામ જ લખવામાં આવે તે જરૂરી નથી. જો કોર્ટને જાણવા મળે છે કે, આરોપીએ પીડિતાને એટલો ત્રાસ આપ્યો કે તેણીએ આત્મહત્યા કરી લીધી, તો સજા નિશ્ચિત છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદાલનું કહેવું છે કે, દેશભરની ઘણી અદાલતોએ આવા નિર્ણયો આપ્યા છે, જેમાં નામ સ્યુસાઈડ નોટમાં હતું પરંતુ જો તે સાબિત ન થયું તો આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા. મહત્વનું છે કે ગોપાલ કાંડા-ગીતિકા શર્મા કેસ ખૂબ જ ચર્ચાસ્પદ હતો, તેથી કાંડાને દોઢ વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. છેલ્લા 12 વર્ષથી ગોપાલ કાંડા આ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. હવે ગોપાલ કાંડા મુક્ત છે. હકીકતમાં, તપાસ દરમિયાન પોલીસની ઉતાવળ, પુરાવા એકત્ર કરવામાં ક્ષતિ, વૈજ્ઞાનિક અભિગમના અભાવને કારણે આવા કિસ્સાઓ કોર્ટની સજામાંથી છુટી જાય છે.

કેસમાં ચોકસાઈપૂર્ણ તપાસ જરૂરી… વરિષ્ઠ પોલીસ અધિકારી રતન કુમાર શ્રીવાસ્તવનું કહેવું છે કે, હત્યા કરતાં આત્મહત્યાને સમજાવવી વધુ મુશ્કેલ છે. કારણ કે કોર્ટ અને કાયદો માત્ર પોલીસની ચાર્જશીટ સાથે સંમત થાય છે અને સજા ત્યારે જ મળે છે જ્યારે ઘટનાની દરેક કડી એકબીજા સાથે જોડાયેલ હોય. એક પણ કડી તૂટે તો આરોપી છુટી જાય. તેથી જ પોલીસ આવા બ્લાઈડ કેસમાં ઘણી વખત મૂંઝવણમાં મુકાય છે. ઉદાહરણ આપતા તેઓ કહે છે કે, રૂમમાંથી કોઈની લાશ મળી છે. સાથે જ સ્યુસાઈડ નોટ પણ મળી છે પરંતુ મૃત્યુ કેવી રીતે થયું તે સ્પષ્ટ નથી? કે પછી મૃતકે કઈ રીતે આત્મહત્યા કરી તે પોલીસ માટે બ્લાઈડ મામલો છે. જેનું નામ સ્યુસાઈડ નોટમાં છે તેની પોલીસ તાત્કાલિક ધરપકડ કરી શકે છે અને તેને જેલમાં મોકલી શકે છે, પરંતુ આ બાબતો કોર્ટમાં ટકી શકતી નથી. પોલીસને મોતનું કારણ, ધરપકડ કરાયેલ વ્યક્તિ પાસેથી એવા પુરાવા કે તેણે ટોર્ચર કર્યું હોવાનું જાણવા મળે, જે કોલ વિગતો હોઈ શકે છે. ડાયરી હોઈ શકે. આ સાથે પરિવારજન, મિત્રો અને સ્નેહીના નિવેદનો હોઈ શકે છે. મતલબ કે દરેક કડી એકબીજા સાથે જોડાયેલી હોવી જરૂરી છે. આવું ન થવાના સંજોગોમાં ઘણી વખત પોલીસ ઉપર માછલા ધોવાય છે. આરોપીઓ પણ છૂટી જાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆખો દેશ ભારતના તે કારગિલ યુદ્ધના બહાદુર સૈનિકોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે
Next articleપહેલા અંજૂથી બની ફાતિમા, સાક્ષીઓની સામે 10 તોલા સોનાના દહેજ પર નસરુલ્લા સાથે લગ્ન