Home ગુજરાત ગાંધીનગર સ્પાના નામે દેહવિક્રયનો ગેરકાયદેસર ધંધો કરતાં 3 લોકોની અટકાયત કરતી ગાંધીનગર પોલીસ

સ્પાના નામે દેહવિક્રયનો ગેરકાયદેસર ધંધો કરતાં 3 લોકોની અટકાયત કરતી ગાંધીનગર પોલીસ

22
0

(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર,

રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં રિલાયન્સ ચાર રસ્તા નજીક એચ સ્પા બ્લ્યુ અને સોફી યુનિક સ્પા પર પોલીસે પ્રતિબંધિત અને ગેરકાયદેસર કૃત્યો રોકવા દરોડો પાડવો પડ્યો હતો. આ બંનેમાં સ્પાના નામે અનૈતિક ધંધાનો કારોબાર બેફામ ચાલતો હતો.

ગાંધીનગરના ડીવાયએસપી ડી ટી ગોહિલે આ અંગે બે મહિલા સહિત ત્રણની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આના પગલે પોલીસે બીજા સ્પામાં પણ સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. તાજેતરમાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ પણ સ્થાનિક પોલીસે આ બાબતને લઈ ઝડપી અને અસરકારક પગલા લેવા જણાવ્યું હતું. આના પગલે સક્રિય બનેલી ગાંધીનગર પોલીસે શહેરમાં કાર્યરત સ્પામાં તપાસ આદરી હતી. તેમા એચ સ્પા બ્લુ નામનું મસાજ સ્પા ચલાવતો માલિક લીજાસિંગ હરેન્દ્રસિંહ સ્પાની આડમાં દેહવેપારનો ધમધમતો કારોબાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ડમી ગ્રાહક મોકલીને તેની ખરાઈ કરી હતી. તેના પછી પોલીસ ત્રાટકી હતી અને બેની ધરપકડ કરી હતી. આ જ રીતે ઇન્ફોસિટી પોલીસે સોફી યુનિક સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો હતો અને તેની માલિક કમ મેનેજર જયા પ્રફુલ્લ દાસની ધરપકડ કરી હતી. અહીં પણ ડમી ગ્રાહક મોકલીને પોલીસે ખરાઈ કરી હતી અને પછી દરોડો પાડ્યો હતો. પોલીસે સ્પાની આડમાં દેહવેપાર કરતા ધારા શાહ, જયા દાસ અને લીજાસિંગ હરેન્દ્રસિંગ સામે કેસ નોંધીને જેલ ભેગા કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત ખારવા સમાજનાં પ્રમુખ તરીકે સતત ચોથીવાર પવન શિયાળ અને ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ મોતિવરસે સાતમી વખત શપથ લીધા 
Next articleવાહનની પંસદગીના નંબરોની મેળવવા ઓનલાઈન ઓક્શન પ્રોસેસ સંબધિત