Home વ્યાપાર જગત - BUSINESS સ્થાનિક અને વિદેશી રોકાણ પ્રવાહ સાથે જાહેર થનારા કોર્પોરેટ પરિણામો પર ભારતીય...

સ્થાનિક અને વિદેશી રોકાણ પ્રવાહ સાથે જાહેર થનારા કોર્પોરેટ પરિણામો પર ભારતીય શેરબજારની નજર…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૫.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૩૬૪.૮૫ સામે ૫૪૫૪૪.૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૩૫૧૯.૩૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૭૯.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૬.૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૦૮૮.૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૪૭.૧૦ સામે ૧૬૨૫૬.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૯૯૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૧.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૩.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૨૦૩.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ વિશ્વનું અર્થતંત્ર અત્યારે ફુગાવો, વધતાં વ્યાજ દરો અને જીઓપોલિટીકલ ટેન્શનને લઈ સપ્લાય કટોકટીમાં ફસાયેલું હોઈ વૈશ્વિક અર્થતંત્ર ફરી મોટી મંદીમાં ગરકાવ થઈ જવાની દહેશતે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના ત્રીજા દિવસે સતત વોલેટીલિટીના અંતે શેરોમાં ધોવાણ વધતું જોવાયું હતું. યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં  વધુ ૦.૭૫% વધારો કરવામાં આવશે એવા અહેવાલ વચ્ચે વૈશ્વિક બજારોમાં ધોવાણ સાથે ક્રુડ ઓઈલના ભાવ ઘટવા છતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માટે વ્યાજ દરમાં વધારો છતાં ફુગાવાની પડકારરૂપ સ્થિતિને લઈ ચિંતા વધવા લાગતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત જંગી વેચવાલી આજે પણ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કેપિટલ ગુડ્સ, આઇટી, ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં આજે ફંડોએ મોટાપાયે હેમરીંગ કરતાં અને ટેલિકોમ અને ટેક શેરોમાં સતત વેચવાલી સાથે સીડીજીએસ, ઓટો શેરોમાં ઓફલોડિંગ સામે એફએમસીજી શેરોમાં વેચવાલીએ બે-તરફી અફડાતફડીના અંતે બીએસઇ સેન્સેક્સ ૨૭૬ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૪૩ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે વ્યાપક વેચવાલી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૧.૯૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૪૬.૪૬ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, બેન્કેક્સ, ફાઈનાન્સ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૬૬ અને વધનારની સંખ્યા ૭૩૦ રહી હતી, ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, યુક્રેન – રશિયા યુદ્વના ચાલતાં વૈશ્વિક મોરચે કોમોડિટીઝ, જીવન જરૂરી ચીજોના સતત વધતાં ભાવો સાથે વિશ્વ અત્યારે ફુગાવા – મોંઘવારીના આર્થિક વિકાસને રૂંધનારા જોખમી પરિબળમાંથી પસાર થઈ રહ્યું છે. યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા પણ વ્યાજ દરમાં લાંબા સમયથી વધારો કરવાનું નિવેદન કરતાં રહી છેવટે ૦.૫૦%નો વધારો કરતાં વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજાર પણ ઘટાડો નોંધાયો છે. ફોરેન પોર્ટફોલિો ઈન્વેસ્ટરો-એફઆઈઆઈઝ ભારતીય બજારોમાં ફરી સતત મોટાપાયે વેચવાલ બન્યા છે. કોર્પોરેટ પરિણામોની સીઝન સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ફુગાવા મામલે ચિંતા વ્યકત કર્યા સાથે આર્થિક વૃદ્વિના અંદાજને ઘટાડયો છે.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ અસ્થિરતા અને ફોરેન ફંડોની શેરોમાં વેચવાલીએ અમેરિકી ડોલર સામે રૂપિયો રૂ.૭૭ના તળીયે આવી ગયો છે જેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. આગામી દિવસોમાં એક તરફ ફોરેન ફંડો અને લોકલ ફંડોના રોકાણ પ્રવાહ પર નજર સાથે ફુગાવાના એપ્રિલ મહિનાના આજે ૧૨,મે ૨૦૨૨ના જાહેર થનારા આંક અને આજ દિવસે માર્ચ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન અને મેન્યુફેકચરીંગ પ્રોડકશનના જાહેર થનારા આંક પર નજર રહેશે. આ સાથે કોર્પોરેટ પરિણામોમાં ૧૩,મે ૨૦૨૨ના રોજ લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા મોટર્સ, સિમેન્સના જાહેર થનારા રિઝલ્ટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field