Home ગુજરાત સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચ.ડીના ૫૮ વિદ્યાર્થીઓની અરજી માન્ય રાખી ફેલોશીપ આપવાનો ર્નિણય

સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચ.ડીના ૫૮ વિદ્યાર્થીઓની અરજી માન્ય રાખી ફેલોશીપ આપવાનો ર્નિણય

45
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી કરતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી દર વર્ષે શોધ ફેલોશીપ આપવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષે માત્ર ૫૮ વિદ્યાર્થીઓની અરજી માન્ય રાખી ફેલોશીપ આપવા ર્નિણય કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ગુજરાતી ભવનના ૧૦ અને સૌથી ઓછા અંગ્રેજી, પત્રકારત્વ, એજ્યુકેશન અને પરફોર્મિંગ આર્ટ્‌સના ૧-૧ વિદ્યાર્થીને શોધ ફેલોશીપનો લાભ મળશે.

આ તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પીએચ.ડીના વિદ્યાર્થીઓને શોધ ફ્લોશીપ આપવામાં આવે છે. જેમાં આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડીના ૯૮ વિદ્યાર્થીઓએ શોધની ફેલોશીપ માટે અરજી કરી હતી.

જે પૈકી ૫૮ અરજીને માન્ય રાખી ૫૮ વિદ્યાર્થીને શોધ ફેલોશીપ આપવા ર્નિણય કરાયો છે. એટલે કે ૫૮ વિદ્યાર્થીને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જે ગત વર્ષની સરખામણીએ અડધાથી પણ ઓછી છે.

પાછલા વર્ષે યુનિવર્સિટીમાં પીએચ.ડી કરતા ૧૯૭ વિદ્યાર્થીઓએ સ્કીમ ઓફ ડેવલોપીંગ હાઈ ક્વોલિટી રિસર્ચ માટે અરજી કરી હતી. જેમાંથી ૧૪૭ વિદ્યાર્થીના સંશોધનના વિષયોની જ ફેલોશીપ આપવા માટે પસંદગી થઇ હતી.

રાજ્ય સરકાર દ્વારા શોધની ફેલોશીપ મંજૂર કરી એક વિદ્યાર્થીને બે વર્ષના સમય સુધી માસિક ૧૫,૦૦૦ શિષ્યવૃત્તિ અને સ્ટેશનરી ખર્ચ માટે બે વર્ષ સમય માટે વાર્ષિક ૨૦,૦૦૦ અલગથી આપવામાં આવે છે એટલે કુલ મળીને એક વિદ્યાર્થીને બે વર્ષ માટે કુલ રૂપિયા ૪ લાખની શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેતી હોય છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ શહેરને ભાજપના રાજમાં દારૂ જુગાર અને ડ્રગ્સનો અડ્ડો બનતા બચાવવા માટે એનસીપી એક્શનમાં…
Next articleદહેગામ-રખીયાલ હાઇવે પર મોપેડ ટ્રકની ટક્કરથી ૧૦૦ ફૂટ ઘસડાયુ, ત્રણેયના ઘટનાસ્થળે જ મોત