Home ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૯ જૂલાઈથી બીજા તબક્કાની પરીક્ષા શરૂ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૯ જૂલાઈથી બીજા તબક્કાની પરીક્ષા શરૂ થશે

37
0

(જી.એન.એસ),તા.૧૪
રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા આગામી ૧૯ જુલાઇથી સ્નાતક-અનુસ્નાતકના સેમ.૨, ૪, અને ૬ ના રેગ્યુલર, એક્સ્ટર્નલ અને રેમેડીયલના છાત્રોની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં એક્સ્ટર્નલમાં બી.એ. સેમેસ્ટર ૨ માં ૪૨૫૦, એમ.કોમ. સેમેસ્ટર ૨ માં ૨૩૩૨, એમ.એ. સેમેસ્ટર ૨ માં ૨૦૪૪, બી.એ. સેમેસ્ટર ૬ માં ૧૧૫૭, બી.કોમ. સેમેસ્ટર ૨ માં ૧૦૫૮ અને સેમેસ્ટર ૬ માં ૩૦૨, એમ.કોમ. સેમેસ્ટર ૪ માં ૩૨૯, એમ.એ. સેમેસ્ટર ૪ માં ૨૮૫ જયારે રેગ્યુલરમાં બી.કોમ. સેમેસ્ટર ૬ માં ૪૧૩૩, એલ.એલ.બી. સેમેસ્ટર ૨ માં ૨૦૭૬, બી.એ. સેમેસ્ટર ૨ માં ૧૭૫૭, બી.એસસી. સેમેસ્ટર ૬ માં ૮૮૧, બી.સી.એ.સેમેસ્ટર ૬ માં ૨૬૧, બી.બી.એ.સેમેસ્ટર ૪ માં ૨૨૯, જ્યારે એમ.એસસી.આઈ.ટી. અને એમ.એસસી.એચ.એસ.માં ૧-૧ છાત્ર એક્ઝામ આપશે. હાલ ચાલી રહેલી પરીક્ષા ૧૬ જુલાઈ ને ના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે બીજા તબક્કાની ૧૯ જુલાઈ થી લેવાનાર નવી પરીક્ષાનું શેડ્યુલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં પણ પરીક્ષાના સી.સી.ટી.વી. યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જાેઈ શકાશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી ૧૯ જુલાઈથી બીજા તબક્કાની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. જેમાં કુલ ૭૫ કેન્દ્ર પર અલગ અલગ કોર્ષના કુલ ૨૧,૩૩૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે ૫૫ જેટલા ઓબ્ઝર્વર ફરજ બજાવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહું જીતીશ તો સીએએ લાગુ નહીં થવા દંઉ : યશવંત સિન્હા
Next articleબીએસએનએલના એક્સચેન્જમાંથી બેટરી ચોરનાર ૧ ઈસ્મની ધરપકડ