Home અન્ય રાજ્ય સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના મહેમાનોને કરાવવામાં આવશે ગુજરાતના મંદિરોની તીર્થયાત્રા

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના મહેમાનોને કરાવવામાં આવશે ગુજરાતના મંદિરોની તીર્થયાત્રા

104
0

(જી.એન.એસ)

ગાંધીનગર, 15

‘હર’ અને ‘હરિ’ની ભૂમિ વેરાવળ-સોમનાથમાં આવેલા વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરાવવામાં આવશે

ગુજરાતમાં સોમનાથ ખાતે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમના શુભારંભ આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. મૂળ સોમનાથના પણ સદીઓથી તામિલનાડુમાં વસતા લોકોના ભવ્ય સ્વાગત માટે મહાદેવના ધામ સોમનાથ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તામિલનાડુથી 17 એપ્રિલે ગુજરાત પધારનારા આ મહેમાનો માટે વિવિધ મંદિરોની તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

માદરે વતન પધારતા તામિલનાડુમાં વસતા ગુજરાતી સમુદાયને ‘હર’ અને ‘હરિ’ની ભૂમિ એવા વેરાવળ-સોમનાથમાં સ્થિત વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરાવવામાં આવશે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના મહેમાનોને તેમની ગુજરાત યાત્રા દરમિયાન સૌથી પહેલા પ્રથમ જ્યોતિર્લિંગ લઈ જવામાં આવશે, જ્યાં તેઓ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરશે. ત્યારબાદ 17મી સદીમાં અહલ્યાબાઈ હોલકર દ્વારા નિર્મિત જૂના સોમનાથ મંદિરે દર્શન માટે લઈ જવામાં આવશે. ત્યારબાદ તેઓને શ્રીરામજી મંદિર, ત્રિવેણી સંગમ, ગીતામંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, બલરામજીની ગુફા, હિંગળાજ માતાજીની ગુફા અને પૌરાણિક સૂર્ય મંદિરની તીર્થયાત્રા પણ કરાવવામાં આવશે.

Previous articleસંપૂર્ણ વિશ્વ આપણો પરિવાર છે. જે જ્ઞાનમાં મારું તારું નથી તે જ પવિત્ર છે. આપણું પ્રયોજન વિશ્વકલ્યાણ છે. : મોહન ભાગવત
Next article“બે વિભિન્ન સંસ્કૃતિઓને એક કરતો સંગમ, સાર્થક કરશે અનેક બહુમૂલ્ય અભિગમ”