Home ગુજરાત ગાંધીનગર ’સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ૪૯ ગામોને આગામી સમયમાં સિંચાઈ માટે...

’સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ૪૯ ગામોને આગામી સમયમાં સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ અપાશે : જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

2
0

(જી.એન.એસ) 3

ગાંધીનગર/ સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મુળી અને સાયલા વિસ્તાર આજથી ૨૫-૩૦ વર્ષ પહેલા સુકો ભઠ્ઠ હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મા નર્મદાના વધારાના વહી જતા નીરને ‘સૌની યોજના’ થકી સૌરાષ્ટ્રને આપવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ‘જે બોલે છે તે કરે છે’ તે મંત્રને ચરિતાર્થ કરતા સુરેન્દ્રનગરના વઢવાણ, મુળી તથા સાયલા તાલુકાના ૩૮ ગામોને સૌની યોજના થકી સિંચાઈનો લાભ આપવામાં આવશે,આ માટેની ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. આ સિવાય હળવદના ૧૧ ગામોને પણ આ યોજના હેઠળ પાણી આપવા માટે રૂ. ૪૧ કરોડના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે‌,આમ કુલ ૪૯ ગામોને નર્મદાના પાણીનો લાભ મળશે તેમ‌, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું.

મંત્રી શ્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા કહ્યું કે, આ સિવાય સૌની યોજના હેઠળ વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં રૂ. ૨૯૩ કરોડના કામો મંજૂર કરીને તેના વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. ઉપરાંત વધુમાં આ વિસ્તારના ૪૪ ગામોને સૌની યોજના હેઠળ પાણી મળી રહે તે માટે  અગાઉ શરૂ કરાયેલી રૂ. ૨૬૫ કરોડની યોજના અંતિમ તબક્કામાં છે જેના પરિણામે અંદાજે ૨૭૦૭ હેક્ટર વિસ્તારને પિયતનો લાભ મળશે તેમ, મંત્રીશ્રીએ ગૃહમાં વિગતો આપતાં ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field