Home મનોરંજન - Entertainment સોશિયલ મીડિયા પર રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ફિલ્મ લીક થતા મેકર્સને મળ્યો ઝટકો

સોશિયલ મીડિયા પર રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ફિલ્મ લીક થતા મેકર્સને મળ્યો ઝટકો

63
0

(જી.એન.એસ),તા.૨૮

મુંબઈ

This Symbolic Image From Google Images

રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ફિલ્મ 25 માર્ચે રિલીઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને પહેલા જ દિવસે વિશ્વભરમાં 200 કરોડનો બિઝનેસ કર્યો હતો. તેની રિલીઝના પહેલા જ દિવસે ફિલ્મે માત્ર ભારતમાં 125 કરોડની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મે પ્રથમ દિવસે માત્ર હિન્દી ભાષી પ્રદેશોમાંથી 18 કરોડની કમાણી કરી હતી. જોકે, આ ફિલ્મ બનાવવા માટે 300 કરોડથી વધુનું બજેટ ખર્ચવામાં આવ્યુ છે, એમ મેકર્સનું કહેવું છે. પરંતુ એવું લાગે છે કે આ ફિલ્મ એક અઠવાડિયામાં તેના બજેટ કરતાં બમણી કમાણી કરશે. આ ફિલ્મને ફિલ્મ સમીક્ષકો અને તમામ ચેનલોએ 3.5 સ્ટાર આપ્યા છે. ફિલ્મમાં ઉત્તમ વિઝ્યુઅલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનેતા રામ ચરણ અને જુનિયર એનટીઆરની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મની કહાની એટલી અલગ નથી કે જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય. આ ફિલ્મની કહાની એક બાળકીના અપહરણને દર્શાવે છે અને આખી ફિલ્મ તેના પર આધારિત છે. ફિલ્મના અંતે બાળકી મળી જાય છે અને ફિલ્મનો અંત અદ્ભુત રીતે થાય છે. તાજેતરમાં જ એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ઘણા સમયથી લોકો આ એક્શન ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.બીજી તરફ નિર્માતાઓને પણ આ ફિલ્મ પાસેથી દર્શકો જેટલી જ અપેક્ષા હતી. પરંતુ હવે જે એક સમાચાર સામે આવી રહ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.અભિનેતા રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ જેવા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મ લીક થઈ ગઈ છે. આ ફિલ્મ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. એક નિર્માતા ફિલ્મ બનાવવા માટે ઘણી મહેનત કરે છે, પરંતુ ફિલ્મ ઓનલાઈન લીક થવા માટે માત્ર થોડી જ મિનિટો પૂરતી છે. આ મૂવી ટેલિગ્રામ પર લીક કરવામાં આવી છે સાથે જ તે HD ગુણવત્તામાં પણ ઉપલબ્ધ છે. ફિલ્મ સોશિયલ મીડિયા પર લીક થતા મેકર્સ સહિત સ્ટાર્સને પણ ઝટકો લાગ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleS.S.રાજામૌલીની ‘RRR’ ને હિન્દીમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરના પાત્રોને કોણે આપ્યો છે અવાજ
Next articleINDIA-UAE ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી અમુક સુધીની વસ્તુઓમાં ડ્યૂટી ફ્રી નિકાસ થઇ શકાશે