Home દુનિયા - WORLD સોશિયલ મિડીયા પર ચર્ચા કે એલન મસ્કનું ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે અફેર...

સોશિયલ મિડીયા પર ચર્ચા કે એલન મસ્કનું ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે અફેર છે ?

41
0

(જી.એન.એસ),તા.૨૬
વોશિંગ્ટન
દુનિયાના સૌથી અમીર બિઝનેસ મેન પોતાના કામ સિવાય પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં એલન મસ્કના સીક્રેટ અફેરનો ખુલાસો થયો છે. જાણવા મળ્યુ છે કે, ટેસ્લાના ઝ્રઈર્ં એલન મસ્ક ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિનની પત્ની નિકોલ શનહાન સાથે રિલેશનમાં છે. ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિને થોડા સમય પહેલા જ પત્ની નિકોલ શનહાન પાસેથી છૂટાછેડા લેવાની અરજી આપી હતી. વોલ સ્ટ્રીટના અહેવાલ પરથી જાણવા મળ્યુ છે કે, સર્ગેઈ બ્રિનને જ્યારે પત્ની નિકોલનું અફેર એલન મસ્ક સાથે ચાલતુ હોવાની જાણ થઈ ત્યારબાદ છૂટાછેડા માટે અરજી આપી હતી. એલન મસ્ક અને સર્ગેઈ બ્રિન ખૂબ જ નજીકના મિત્રો હતા. સિલિકોન વેલીમાં આવેલા બ્રિનનાં ઘરે મસ્કની અવરજવર વધુ હતી. આ દરમિયાન મસ્ક અને નિકોલ શનહાન એકબીજાની નજીક આવ્યા. રિપોર્ટ અનુસાર મસ્ક અન નિકોલનું અફેર ત્યારે શરૂ થયુ જ્યારે, મસ્કનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયુ હતું. સર્ગેઈએ આ વર્ષે જાન્યુઆરીમાં પત્ની નિકોલ શનહાન સાથે મતભેદ હોવાનો હવાલો આપીને છૂટાછેડા માટે અરજી કરી હતી. મસ્ક અને બ્રિનનાં કોમન ફ્રેન્ડ પાસેથી જાણવા મળ્યુ છે કે, બ્રિનને જ્યારે પત્નીના અફેરની જાણ થઈ ત્યારપછી છૂટાછેડા માટે અરજી કરી હતી. જાેકે, બ્રિનનાં વકીલે આ વાત અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. નિકોલ શનહાન સાથે અફેરની ચાલી રહેલી ચર્ચાઓ પર એલન મસ્કે આપી પ્રતિક્રિયા. તમામ પ્રકારની વાતો અફવા હોવાની કરી વાત. સાથે જ જણાવ્યું કે, ‘સર્ગેઈ બ્રિનનાં ઘરે એકાદ-બે વાર મુલાકાત થઈ છે. સર્ગેઈ અને હું સારા મિત્રો છે. ગઈકાલે જ એક પાર્ટીમાં અમારી મુલાકાત થઈ હતી. નિકોલ સાથે ૩ વર્ષમાં માંડ એક-બેવાર મુલાકાત થઈ હશે.’ રિપોર્ટ અનુસાર એલન મસ્ક અને સર્ગેઈ બ્રિન વર્ષો જૂના મિત્રો હતા અને ૨૦૦૮માં બંને આર્થિક સંકટમાં ફસાયેલા હતા. આ દરમિયાન સર્ગેઈ બ્રિને મદદ કરીને મિત્રની ટેસ્લા કંપનીને દેવાળિયું ફૂંકતા બચાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનેધરલેન્ડના આમ્સ્ટર્ડમના મેયરએ શહેરમાં આવનારા પર્યટકોને આપી ખાસ શિખામણ
Next articleચિલીના માછીમારોની જાળમાં ૧૬ ફૂટ લાંબી માછલી ફસાઈ