Home દુનિયા - WORLD સોના – ચાંદીના ચળકાટમાં વધારો…. સોનુ ખરીદવું કે નહીં તે મૂંઝવણ

સોના – ચાંદીના ચળકાટમાં વધારો…. સોનુ ખરીદવું કે નહીં તે મૂંઝવણ

12
0

(GNS),26

હવે તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે સોનુ ખરીદવું કે નહીં તે મૂંઝવણ સતાવે છે. આજે છૂટક બજારમાં સોનાના ભાવમાં મોંઘવારીની અસર જોવા મળી રહી છે. સોનાની કિંમતમાં આ વધારો કિંમતી ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે જોવા મળી રહ્યો છે. જોકે MCX પર સોનું અને ચાંદીમાં થોડી તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે પરંતુ આજે રિટેલ માર્કેટમાં સોનું ઘણું મોંઘું થઈ ગયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 59214 ઉપર ખુલ્યું હતું જે વાપોરે 12.21 વાગે 203.00 રૂપિયા અથવા 0.34 ટકાના વધારા સાથે 59392.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું. સોનું આજે નીચામાં 59190 રૂપિયા અને ઉપરમાં તેની કિંમત 59418 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આ સોનાના ભાવ તેના ઓગસ્ટ વાયદા માટે છે. MCX પર ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. ચાંદી ઉપલા સ્તરે 74,999 સુધી ઉછળી હતી. અને તે 74,728. રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી. ચાંદીમાં માત્ર 209 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. આજે ચાંદીના ભાવમાં 74982.00 રૂપિયા સુધીનું 12.13 વાગ્યાનુંસ્તર જોવા મળ્યું હતું.

રિટેલ માર્કેટમાં સોનાના ભાવ જણાવીએ તો, આજે રિટેલ માર્કેટમાં સોનાના ભાવમાં સારી વૃદ્ધિ સાથે કારોબાર થઈ રહ્યો છે. આજે સોનું માત્ર દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતામાં જ મોંઘુ નથી થયું પરંતુ દેશના અન્ય શહેરોમાં પણ તેની કિંમતો વધી છે. દેશના ચાર મહાનગરોમાં સોનાના ભાવ જણાવીએ તો, દિલ્હી શહેરમાં સોનું 170 રૂપિયાના વધારા સાથે 60320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે, મુંબઈ શહેરમાં સોનું રૂ.160ના વધારા સાથે રૂ.60160 પ્રતિ 10 ગ્રામ પર છે, કોલકાતા શહેરમાં સોનું 160 રૂપિયાના વધારા સાથે 60160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે અને ચેન્નાઈ શહેરમાં સોનું રૂ.190ના વધારા સાથે રૂ.60570 પ્રતિ 10 ગ્રામ પર છે.

ગુજરાતમાં પણ સોનાના ભાવમાં થોડી તેજી જોવા મળી રહી છે. આરવ બુલિયન્સ દ્વારા જાહેર રેટ અનુસાર 12.26 વાગે સોનુ અમદાવાદમાં 61447 રૂપિયા અને રાજકોટમાં 61467 ભાવે ટ્રેડ થઇ રહ્યું છે. નબળા ડૉલર અને યુએસ ફેડરલ રિઝર્વ આ અઠવાડિયે વ્યાપકપણે અપેક્ષિત દરમાં વધારો કર્યા પછી તેના નાણાકીય કડક ચક્રને સમાપ્ત કરશે તેવી અપેક્ષાએ મંગળવારે સોનાના ભાવમાં વધારો થયો હતો. સ્પોટ ગોલ્ડ 0.4 ટકા વધીને $1,962.8307 પ્રતિ ઔંસ થયું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.1% વધીને $1,964.60 પર પહોંચી ગયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજાર તેજીના લીલા નિશાન પર, Sensex 66434 – Nifty 0.27% તેજી સાથે ખુલ્યો
Next articleરોકટની ગતીએ ઉચકાયા આ ગ્રુપના શેર, સસ્તા શેર પણ ભારે ઉછળ્યાં