Home ગુજરાત ગાંધીનગર સેવા કાર્યોએ આપણી ફરજ છે. આ ફરજ જે નિષ્ઠાપૂર્વક નિભાવી શકે

સેવા કાર્યોએ આપણી ફરજ છે. આ ફરજ જે નિષ્ઠાપૂર્વક નિભાવી શકે

15
0

તેના કાર્યો સરળતાથી થતા જ રહે છે: મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

…………..

ગાંધીનગર ખાતે

તેર ગોળ ગુરુ બ્રાહ્મણ સમાજ સેવા સમિતિ આયોજિત

ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો

…………..

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સમાજના નિવૃત્ત અને નવનિમણૂક પામેલા

કર્મચારીઓ તથા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

………….

(જી.એન.એસ),તા.22

ગાંધીનગર

ગાંધીનગરના ટાઉન હોલ ખાતે મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેર ગોળ ગુરુ બ્રાહ્મણ સમાજ સેવા સમિતિ આયોજિત ત્રિવેણી સંગમ કાર્યક્રમાં જણાવ્યું હતું કે, સેવા કાર્યોએ આપણી ફરજ છે. આ ફરજ જે નિષ્ઠાપૂર્વક નિભાવી શકે તેના કાર્યો સરળતાથી થતા જ રહે છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, ૨૧ મી સદી જ્ઞાનની સદી છે. વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષણ એ મહત્વનો પાયો બની રહ્યું છે. વિકસિત ભારતની દિશાને સાકાર કરવાની સફળ ગતિ શિક્ષિત સમાજથી જ પ્રબળ બને છે. ત્યારે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પોંખી તેમને વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા પ્રોત્સાહિત કરવાનો છે. સાથે સાથે નવનિયુક્ત કર્મચારીઓને સમાજસેવાનો મોકો મળ્યો છે તેમ જણાવતા નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી સમાજને ઉપયોગી બનો તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, સમાજના નિવૃત્ત કર્મચારીઓ, નવનિમણૂક પામેલા કર્મચારીઓ તથા ધોરણ-૧૦ અને ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન એટલે આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ. દરેક સમાજની પ્રગતિના પાયામાં શિક્ષણ મહત્વનું છે. શિક્ષણ મળશે તો અને તો જ સમાજ પગભર બની શકે છે. પ્રધાનમંત્રીશ્રીના સાનિધ્યમાં અંત્યોદય વિકાસની જે લહેર ચાલી છે તેને સફળ બનાવવા શિક્ષણ ખૂબ જ જરૂરી છે. જ્યોતિષ વિદ્યા અને કર્મકાંડ એ ગુરુ બ્રાહ્મણ સમાજનો પરંપરાગત વ્યવસાય રહ્યો છે ત્યારે તેમાં શિક્ષણને જોડી વિકસિત ગુજરાતના નિર્માણમાં સૌ યોગદાન આપી ગુજરાતને જ નહીં ભારતને વિકાસના પંથે ગતિમાન કરવા સહયોગી બનવાની આશ પણ વ્યક્ત કરી હતી.

આ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેર ગોળ ગુરુ બ્રાહ્મણ સમાજના રાજ્ય સરકારમાંથી નિવૃત્ત કર્મચારીઓ, રાજ્ય સરકારમાં નવનિમણૂક પામેલા કર્મચારીઓ અને ધોરણ – ૧૦ અને ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી મયંકભાઇ નાયક, ધારાસભ્યશ્રી ઈડર રમણલાલ વોરા, પૂર્વ ધારા સભ્ય શ્રી રજનીભાઈ પટેલ અને ગુરુ બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર માં માટી ભરીને હેરાફેરી કરતા સાત ડમ્પરો ઝડપાયાં
Next articleત્રણ દિવસમાં SOG ને મળી ડ્રગ્સને સપ્લાય કરતા લોકોને પકડવામાં આવ્યા