(જી.એન.એસ. રવીન્દ્ર ભદોરિયા),તા.૯
દરેક વ્યક્તિએ જીવનમાં આગળ જવાનો શોખ હોય છે જેમાં તે પોતાના જીવનમાં ચમકવાની તક પણ શોધે છે. ત્યારે અમદાવાદના ઘોડાસર રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં બે બેટ્સમેન દ્વારા શાનદાર સદી બનાવી ટીમને જીતની દાવેદાર બનાવાની તક મળી હતી. પોતાના લક્ષ્યાંક સાથે પીચ ઉપર ઉતરેલા ઓલ્ડ રેલ્વે ઈનસ્ટિટયૂટના બેટ્સમેન સૌરવ ધાંઘેકરે ૧૦૪ રનની શાદી બનાવી ધાંઘેકર સમાજનો નામ રોશન કર્યું હતું.
સેન્ટ્રલ બોર્ડ ઓફ અમદાવાદ સંચાલિત ગણેશ કપ 40-40 ઓવર્સ ની રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં ઓલ્ડ રેલ્વે ઈનસ્ટિટયૂટ અને અમદાવાદ બ્લયુ વચ્ચે મુકાબલો સર્જાયો હતો. જેમાં પ્રથમ બેટિંગ કરતા ઓલ્ડ રેલ્વે ઈનસ્ટિટયુટ ટીમના ધુઆધાર બેટ્સમેન સૌરવ ધાંઘેકરે તોફાની બેટિંગ કરતા સદી ફટકારી ૧૦૪ રન બનાવ્યા હતા. જેમાં 14 ચોક્કા અને એક સિકસરનો સમાવેશ થાય છે. તેમની સાથે ઓલ રાઉન્ડર બેટ્સમેન પાર્થિવ બાટુઞે ધેયૅપુણૅ બેટિંગ કરી ૬૯ રન ફટકાર્યા હતા. આ બંને બેટ્સમેનોના બેટિંગની મદદથી ઓલ્ડ રેલવે ઈનસ્ટિટયુટ ટીમે ૩૧૪ રન નો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. આ સ્કોરનો પીછો કરતા અમદાવાદ બ્લુ ટીમે આનંદ ઠાકોરના 41 રનના મદદથી ૩૩.૫ ઓવર્સમાં ૨૦૬ રન બનાવી ઓલ આઉટ થઈ જતા ઓલ્ડ રેલવે ઈનસ્ટિટયુટ ટીમનો ૧૦૮ રને ભવ્ય વિજય થયો હતો.
આ મેચ અમદાવાદના ઘોડાસર રોયલ કિ્કેટ ગા્ઉન્ડ ખાતે રમાઈ હતી .મેચમાં ૧૦૪ રન કરી સદી ફટકારનાર બેટ્સમેન સૌરવ ધાંઘેકર આ મેચ માં ૧૦૪ રન બનાવી ચાર ચાંદ લગાવ્યા હતા .બીજી તરફ પાર્થિવ બાટુગેએ ઓલ રાઉન્ડ પર્ફોમન્સ કરી બેટિંગમાં 69 રન અને બોલિંગમાં ચાર વિકેટ મેળવી શાનદાર રમત દાખવતા મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.