Home ગુજરાત સુરેન્દ્રનગરના લીંબડી-લખતર સ્ટેટ હાઈવે પર શિયાણી ગામ નજીક આઇશરે બાઇકને ફંગોળતા મોત

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર સ્ટેટ હાઈવે પર શિયાણી ગામ નજીક આઇશરે બાઇકને ફંગોળતા મોત

18
0

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-લખતર સ્ટેટ હાઈવે પર શિયાણી ગામ નજીક બાઈક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં શિયાણી ગામે રહેતા બે શ્રમજીવી ભાઈઓના મોત ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા નિપજ્યા હતા. આ ગોઝારો અકસ્માત સર્જી ભાગવાની કોશિશ કરનારા વાહનચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ દુ:ખદ ઘટનામાં જે બે ભાઇઓના મોત થયા તે ઘરેથી બાઇક લઇને રિક્ષાના સ્પેરપાર્ટ લેવા લીંબડી આવી રહ્યા હતા. ત્યારે અધવચ્ચે જ આઇશર યમરાજ બનીને આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે રહી ભંગારનો વ્યવસાય કરતા સુરેશભાઈ ભુપતભાઈ વાજા અને તેમના ભાઈ વાલજીભાઈ ભુપતભાઈ વાજા છકડા રિક્ષાના સ્પેરપાર્ટ લેવા બાઈક લઈને લીંબડી આવી રહ્યા હતા. ત્યારે લીંબડી-લખતર હાઈવે પર શિયાણી ગામના પુલ ઉપર તેમના બાઈકનો આઈસર સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર સુરેશભાઈ અને વાલજીભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ત્યારે લીંબડી હાઇવે પર આ અકસ્માત સર્જી આઈસર ચાલક ફરાર થઈ રહ્યો હતો.

ત્યારે પીએસઆઈ એન.એચ.કુરેશી, મયુરધ્વજસિંહ ઝાલા સહિત પોલીસ ટીમે ભલગામડા ગામે ફિલ્મી ઢબે પીછો કરી આઈસર ચાલકને ઝડપી પાડ્યો હતો. લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના બે ભાઈના મોતના સમાચારથી શિયાણી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આમ શિયાણી ગામ નજીક બાઈક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શિયાણી ગામે રહેતા 2 શ્રમજીવી ભાઈના મોત નિપજ્યા હતા.

સમગ્ર ઘટનાથી પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. લીંબડી પોલીસે આઇશર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી બંને ભાઇઓની લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ લીંબડી પોલીસ મથકના પીએસઆઇ એન.એચ.કુરેશી ચલાવી રહ્યાં છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોરોનાની સંભવિત લહેરના પહોંચી વળવા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Next articleલાલભાઇપાર્કમાં બંધ મકાનમાં તસ્કરો ઘરમાંથી રૂ.1.65 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા