(જી.એન.એસ), તા.૬
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી નજીક આવેલા કરસનગઢ ગામે બોરવેલમાં બાળક પડી ગયું છે. આ બાળકની ઉંમર ચાર વર્ષની છે. 500 ફૂટથી વધુના ઉંડા બોરવેલમાં 4 વર્ષનો સાગર રમતા-રમતા ફસાઇ ગયો છે. આ અંગેની ફાયરબ્રિગેડને જાણ થતાં હળવદ, અમદાવાદ અને રાજકોટની ફાયરની ટીમ બોલાવવામાં આવી છે. NDRFની ટીમ પણ મોકલવાંમાં આવી છે. અત્યારે અંદાજ બાંધવામાં આવી રહ્યો છે કે બાળક 50 ફૂટના અંદરે ફસાઇ ગયો છે.
હાલ બાળકને ઓક્સિજન પૂરો પાડવમાં આવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે હાલ બોરવેલમાંથી બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં આસપાસના ગામમાં રહેતા લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા છે. બાળક બોરવેલમાં પડતાં પરિવાર હેબતાઇ ગયો છે.
આ બોરવેલ ખેતરમાં આવેલો છે. શ્રમિક દેવીપૂજક પરિવાર ખોડાભાઇ ભરવાડની વાડીએ મજૂરી કરી રહ્યો હતો ત્યારે બાળક બોરવેલમાં ખાબક્યું હતું. હળવદની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોચી ગઇ છે. તંત્ર દ્વારા બાળકને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરાઇ છે. બાળકને બહાર કાઢવા માટે સ્થાનિક તંત્રે ગાંધીનગર NDRF ટીમની મદદ માંગી છે.
નોધનીય છે કે, ખુલ્લા બોરવેલ નહીં રાખવા માટે તંત્ર દ્વારા આદેશ કરાયા છે. અગાઉ પણ બોરવેલમાં બાળકો ખાબકવાની ઘટનાઓ બની છે જેને લઇને તંત્ર પણ સીમમાં બોરવેલ ખુલ્લા નહી રાખવા આદેશ કરી ચુક્યુ છે. તેમ છતાં બેદરકારીના લીધે બાળકો ભોગ બની રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.