Home ગુજરાત સુરત ના એક્વા મેજિકા વોટર પાર્કમાં એક યુવક દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી...

સુરત ના એક્વા મેજિકા વોટર પાર્કમાં એક યુવક દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જઈ પેલેસ્ટાઈન દેશનાં ચિન્હવાળી ટી-શર્ટ સાથે નારા લગાવ્યા, મારામારી કરી

17
0

સુરત,

સુરત માં એક અજીબોગરીબ હિંસા ની ઘટના સામે આવી છે, સુરત ખાતે આવેલ મેજિકા વોટર પાર્કમાં એક યુવક દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જઈ પેલેસ્ટાઈન દેશનાં ચિન્હવાળી ટી-શર્ટ સાથે નારા લગાવ્યા હતા તે સમયે યુવકને અટકાવવાની કોશિષ કરતા આઠ થી દસ જેટલા યુવકોએ ભેગા મળી સિક્યુરિટી ઓફિસર સહિત બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈ પોલીસ અધિકારીનો કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો. તેમજ આ સમગ્ર બાબતે પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્શ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. વોટર પાર્કમાં પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસેલ યુવકને સિક્યુરિટી મેનેજર દ્વારા તેઓને અટકાવવાની કોશિષ કરતા 8 થી 10 જેટલા યુવકોએ સિક્યુરિટી મેનેજર સહિત બે વ્યક્તિઓ સિક્યુરિટી મેનેજરને માથામાં પ્લાસ્ટિકની ડોલ મારતા ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  

આ ઘટના માં એસીપી પી.કે.પટેલે જણાવ્યું હતું કે, જે વોટર પાર્કમાં એમ્બીઝમેન્ટ માટે પબ્લીક આવતી હોય છે.  તે પૈકી ત્યાં વેબ સાઈડ હતી. જ્યાં એક વ્યક્તિએ સ્ટેજ ઉપર જવાની જગ્યા ન હોય તે જગ્યાએ ચડી જઈ બુમા બુમ કરેલી અને પોતે ટી-શર્ટ પહેરેલી તે ટી-શર્ટ ઉંચી કરી  લોકોનું ધ્યાન ખેંચેએ પ્રકારની હરકત કરેલી  જેથી એ ટી-શર્ટ ઉપર કોઈ દેશનો સિમ્બોલ હોઈ સિક્યુરીટીનાં માણસોને ધ્યાને આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે પહોંચી જતા તેને પકડીને હટાવતા તે દરમ્યાન તેની સાથેનાં અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરીટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાયનાડનો દરેક વ્યક્તિ મારા પરિવારનો હિસ્સો છે : રાહુલ ગાંધી
Next articleપંજાબના સીએમ ભગવંત માન દિલ્હીની તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા