Home ગુજરાત સુરતમાં 9 વર્ષની બાળાની છેડતીમાં આરોપીને સાત વર્ષની સજા ફટકારી

સુરતમાં 9 વર્ષની બાળાની છેડતીમાં આરોપીને સાત વર્ષની સજા ફટકારી

19
0

ચાર વર્ષ અગાઉ લિંબાયતમાં નવ વર્ષની બાળકી સાથે અડપલાં કરનારા આરોપીને કોર્ટે સાત વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર પક્ષે એપીપી દિપેશ દેવેએ દલીલો કરી હતી. પીડિત બાળકીને વળતરરૂપે રૂપિયા 25 હજાર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. ​​​​​​​કેસની વિગત મુજબ તા. 15મી ઓગસ્ટ, 2018ના રોજ આરોપી પ્રેમચંદ મંડળ ઘર નજીક રહેતી સાત વર્ષની બાળકીને પંખો રિપેર કરવાના બહાને લઈ ગયો હતો

અને રસ્તામાં અવાવરુ જગ્યાએ લઇ જઈ તેની સાથે અડપલાં કર્યા હતા. આ વાતની જાણ બાળકીના પરિજનો થતા આરોપી સામે લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં દલીલો બાદ આરોપીને સાત વર્ષની સજા, રૂપિયા દસ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવલસાડમાં પોલીસ સ્ટેશનની સામે આવેલા મંદિરમાંથી દાન પેટી લઈ તસ્કરો ફરાર થઇ ગયા
Next articleસુરતના હજીરામાં 14 વર્ષની કિશોરીનો મૃતદેહ રાત્રે દફનાવતાં પહેલાં પોલીસે ઝડપ્યા