Home ગુજરાત સુરતમાં હિન્દુ સંગઠનોએ સિનેમા હોલ બહાર લાગેલા પોસ્ટર ફાડીને વિરોધ પ્રદર્શિત કર્યો

સુરતમાં હિન્દુ સંગઠનોએ સિનેમા હોલ બહાર લાગેલા પોસ્ટર ફાડીને વિરોધ પ્રદર્શિત કર્યો

30
0

બોલીવૂડની પઠાણ ફિલ્મ રિલિઝ થાય તે અગાઉથી ભારે વિવાદમાં આવી છે. શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણ અભિનિત આ ફિલ્મમાં કેસરી રંગને લઈને ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે સુરતના કામરેજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિંદુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. થિયેટરમાં લાગેલા બેશરમ મુવી ના પોસ્ટરોને લઈને પહેલાથી જ ચેતવણી આપવી છતાં પણ પોસ્ટરો લગાડ્યા હતા હિન્દુ સંગઠનો મારો જોવા મળ્યો. પઠાણ મુવીને લઈને દેશભરની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દિપિકા પાદુકોણે ભગવા કલર પહેરીને બેશરમ જે ગીત મૂવીમાં લેવામાં આવ્યું છે. તેને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. મૂવીમાં જાણે ભગવા રંગને બેશરમ રંગ હોય તેવું ફિલ્મ આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

એવા મુદ્દા સાથે હિન્દુ સંગઠનો સતત વિરોધ કરી રહ્યા છે. કામરેજ ખાતે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ થિયેટરમાં પ્રવેશી જઈને પઠાણ મૂવીના પોસ્ટર ફાડવાનું શરૂ કરી દીધું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પહેલાથી જ સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપીને પઠાણ મૂવીને લઈને પોતાનો રોષ વ્યક્ત કરાયો હતો. ત્યારબાદ થિયેટરના માલિકને પણ આ બાબતે જાણ કરાઈ હતી. છતાં પણ તેમણે કોઈનો ડર રાખ્યા વગર ભગવાન રંગના બિકીની વાળો દિપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના પઠાણ મૂવીના પોસ્ટરો લગાડવાના શરૂ કર્યા હતા. આ બાબત હિન્દુ સંગઠનોના ધ્યાન પર આવતા તેમણે તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હિન્દુ સંગઠનોના હોદ્દેદારોએ કહ્યું કે, પઠાણ મૂવીને લઈને જઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે.

એકવાર એવું કહે છે કે, હિન્દુ સંગઠનોને શાહરુખ ખાન સાથે મતભેદ હોવાને કારણે તેઓ આવું કરી રહ્યા છે. મુવી અંગે સ્પષ્ટતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટતા કરી રહ્યા છે કે, શાહરુખ ખાન અભિનેતા સાથે અમને કોઈ જ તકલીફ નથી. પરંતુ મૂવીમાં જે પ્રકારે ભગવાન રંગની બીકની પહેરીને તેને બેશરમ રંગ બતાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે. તેને કારણે હિન્દુઓની લાગણી દુભાઈ છે અને આને બાબતે અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ વિનંતી કરીએ છીએ કે, આ મૂવીને પ્રતિબંધિત કરવામાં આવે.

શાહરૂખ ખાન સહિતના એક્ટરોનું પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું. પઠાણ ફિલ્મનો એમ.પી. સહિતના રાજ્યમાં પ્રતિબંધ મૂક્યો હતો. ગુજરાતમાં પણ આ ફિલ્મ દર્શાવવામાં ન આવે તેવી હિન્દૂ સંગઠન માંગ કરી રહ્યું છે. સાથે-સાથે કામરેજ તાલુકામાં પણ કોઈપણ થિયેટર માલિકોને મૂવી ન ચલાવવા અપીલ કરી હતી. જો થીયેટરોમાં આ પઠાણ મૂવી ચાલશે તો હિન્દૂ સંગઠનોએ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.આ સાથે જ રેલી સ્વરૂપે કામરેજ મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સાથે કલાકારોના પૂતળાના દહન કરાયા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાબરકાંઠામાં બોભામાં આગ લાગતા ધરવખરી સહિત ધાસચારો બળીને ખાખ
Next articleસુરતમાં મનપા કમિશનરે 10 વર્ષ જૂના આધારકાર્ડને અપડેટ કરાવવા લોકોને અપીલ