Home ગુજરાત સુરતમાં વકીલ પર હુમલા કેસમાં સાજન ભરવાડને કોર્ટે કસ્ટડીમાં મોકલ્યો

સુરતમાં વકીલ પર હુમલા કેસમાં સાજન ભરવાડને કોર્ટે કસ્ટડીમાં મોકલ્યો

36
0

સુરત જિલ્લા બાર એસોસિએશન દ્વારા મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલાના વિરોધમાં રેલી કાઢી હતી. સુરત જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. ગઈકાલે ખૂબ મોટી સંખ્યામાં વકીલો રેલીમાં જાેડાયા હોવાને કારણે ફરીથી સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવે તો હોબાળો થાય તેવી પૂર્ણ શક્યતા હતી. જેથી સાજન ભરવાડને સવારમાં જ કોર્ટમાં રજૂ કરાયો હતો. આજ સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફાસ્ટ્રેક કોર્ટ દ્વારા આરોપી સાજન ભરવાડને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. સાજન ભરવાડને લઈને વકીલો દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વકીલ ઉપર થયેલા જીવણ હમલામાં બધા જ વકીલો સંગઠિત થઈને વિરોધ કરી રહ્યા છે. વકીલો પર આવી રીતે જીવજણ હુમલો ન થાય અને મેહુલ બોઘરા ઉપર જે એક્ટ્રોસિટીની કલમ લગાડવામાં આવી છે, તેને દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલા બાદ વકીલ આલમમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કર્યાં બાદ પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા. આજે તારીખ હોવાથી સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હતો, પરંતુ, જે રીતે વકીલોમાં રોષ જાેવા મળી રહ્યો હતો, ત્યારે સંકુલમાં ફરીથી હોબાળો થાય તેવી શક્યતાને જાેતા પોલીસે સવારે જ સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરીને જેલ કસ્ટડીમાં મોકલી દીધો છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવીર નર્મદ યુનિવર્સિટીમાં ૫૩મો પદવીદાન સમારોહ યોજાયો
Next articleએક્ટર મિલિંદ સોમણે ૪૫૧ કિમીનું રનિંગ કરી વડાપ્રધાનની મુલાકાત કરી