Home ગુજરાત સુરતમાં રત્નકલાકારને ઓટીપી આવ્યા વગર જ લાખ રૂપિયા ઉપડી ગયાનો ઓનલાઈન ફ્રોડ...

સુરતમાં રત્નકલાકારને ઓટીપી આવ્યા વગર જ લાખ રૂપિયા ઉપડી ગયાનો ઓનલાઈન ફ્રોડ થયો

18
0

સુરતમાં રત્નકલાકારે ના તો કોઈને ઓટીપી આપ્યો કે, ના તો કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. માત્ર એક મેસેજમા આવેલી લિંક પર ક્લિક કરતા જ તેના બેન્ક ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ સમગ્ર મામલે રત્નકલાકારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભેજાબાજે અવનવી તરકીબ અજમાવી લોકો પાસે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, અથવા ગમે તેમ કરી ઓટીપી મેળવી તથા બેન્ક ખાતાની માહિતી મેળવી રૂપિયા વિડ્રોલ કરી લેતા હોવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોધાઇ છે. પરંતુ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવકે આવેલા મેસેજમાં આવેલી લીંક પર ક્લિક કરતા જ તેના બેન્ક ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપડી ગયા છે.

સુરતના સરથાણા સ્થિત સીમાડા ગામ પાસે રહેતા નિસર્ગભાઈ પ્રવીણભાઈ વાગડીયા રત્નકલાકારો તરીકે કામ કરે છે 2 નવેમ્બર 2022 ના રોજ સવારના સમયે તેઓ પિતા સાથે ઘરેથી નીકળી ઓફિસે જતા હતા તે સમયે એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. તે મેસેજમાં એક લીંક હતી અને તેના પર ક્લિક કર્યા બાદ થોડા સમયમાં તેઓના મોબાઈલ પર 95 હજાર તથા 5 હજાર રૂપિયા બેન્ક એકાઉન્ટમાંથી ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો.

આ મેસેજ જોઈ તેઓ ચોકી ઉઠ્યા હતા અને તાત્કાલિક બેંકમાં જઇ સ્ટેટમેન્ટ કાઢ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે કોઈ અજણાયા ઇસમે તેઓની જાણ બહાર યુપીઆઈથી કુલ 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ​​​​​​​વધુમાં કોઈને ઓટીપી આપ્યા વિના કે કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કર્યા વિના આ બનાવ બનતા તેઓએ બેન્ક ખાતામાં રહેલી અન્ય રકમ બીજા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી અને આ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે રત્નકલાકારની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજેતપુરના રહેણાંક મકાનમાં એસએમસીનો દરોડો, વિદેશી દારૂની 192 બોટલ ઝડપાઇ,
Next articleખંભાળિયાના ખેડૂતો સાથે છેતરપિંડી આચરનારને ઝડપ્યો, પોલીસે રૂ.92 લાખ રકમ કબજે કરી