Home ગુજરાત સુરતમાં પ્રથમ પત્નીને મળવા જવાનું કહેતા પતિની બીજી પત્નીએ હત્યા કરી

સુરતમાં પ્રથમ પત્નીને મળવા જવાનું કહેતા પતિની બીજી પત્નીએ હત્યા કરી

28
0

સુરતના લિંબાયતમાં યુવકે નોકરી ઉપર રજા પાડીને પોતાની પહેલી પત્ની અને બાળકોને મળવા જવાનું કહેતા યુવકની બીજી પત્ની ઉશ્કેરાઇ ગઇ હતી. તેણે ગુસ્સામાં પોતાના પતિ ઉપર ચપ્પુ તેમજ લાકડાના ફટકાથી જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઇ જવાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે પત્ની સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લિંબાયત રાવનગર ખાતે રહેતા અકીલ મણીયારના લગ્ન શબનમ નામની મહિલા સાથે થયા હતા. જ્યારે અકીલના પહેલા લગ્ન શબાના નામની મહિલા સાથે થયા હતા અને તેનાથી તેને બે બાળકો પણ હતા.

તા. 29મી નવેમ્બરના રોજ અકીલ કામ ઉપર ગયો ન હતો. શબનમે આવીને અકીલને પૂંછતા તેને કહ્યું કે, આજે હું શબાના અને બાળકોને મળવા જવાનો છું. આ સાંભળીને જ શબનમ ઉશ્કેરાઇ ગઇ હતી અને અકીલને કહ્યું કે, તેરેકો મના કિયા હૈ ના, તેરી ઔરત શબાના કે ઘર જાને કે લીયે તેમ કહીને અકીલને ચપ્પુના ઘા મારવા લાગી હતી. આ મારામારીમાં અકીલના ઘરે થોડા દિવસ પહેલા જ રહેવા આવેલો સાદીક વચ્ચે પડ્યો હતો, ત્યારે શબનમે સાદિકને પણ મારવાનું કહ્યું હતું અને ઝપાઝપીમાં સાદિકને ચપ્પુ વાગી જતાં હાથમાં ઇજા થઇ હતી.

આ મારામારી બાદ બાદમાં સાદીક ભાગી ગયો હતો અને પાછળથી શબનમ તેના પતિ અકીલને લાકડાના ફટકા વડે પગના ભાગે માર મારવા લાગી હતી. જેને લઇ પતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.  પત્ની શબનમ દ્વારા તેના પતિ અકીલે માર મારતા ગંભીર ઇજાઓ પહોંચ્યા બાદ જાતે જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં પતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઇ બનાવ અંગે લિંબાયત પોલીસે શબનમની સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લિંબાયત વિસ્તારમાં અકીલની બીજી પત્ની શબનમ આવેશમાં આવી જતા પતિને ઢોર માર માર્યો હતો. જોકે બાદમાં તેને પસ્તાવો થતા પતિ અકીલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પણ લઈ ગઈ હતી. પરંતુ ઇજાઓ વધુ ગંભીર પહોંચતા પતિ અકીલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેને લઇ લિંબાયત પોલીસે બીજી પત્ની શબનમ સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. પોલીસે બીજી પત્ની શબનમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસારસામાં ખેતરની વાડના વીજ કરંટથી યુવકનું મોત,
Next articleભાવનગરમાં યુથ હોસ્ટેલ દ્વારા તત્કાળ ચિત્ર સ્પર્ધા યોજાઈ