(GNS),24
ભારત સરકાર દ્વારા બે હજારની ચલણી નોટ બદલી માટેનો નિર્ણય કર્યા બાદ ગઇકાલથી બેંકોમાં આ નોટને એક્સચેન્જ કરી આપવાની શરૂઆત કરાઈ હતી. ત્યારે નેશનલ અને સરકારી બેંકોમાં નોટની એક્સચેન્જ માટે લોકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી. તો કો-ઓપરેટીવ અને સહકારી બેંકોમાં થોડા વધુ પ્રમાણમાં ખાતાધારકો બે હજારની નોટો લઈ એક્સચેન્જ કરાવવા પહોંચ્યા હતા. ત્યારે મીડિયા રિપોર્ટસ અનુસાર સુરતમાં એક જ દિવસમાં 2000ની 200 કરોડથી વધુ નોટ જમા થઇ છે. જ્યારે 80 કરોડ રુપિયા લોકોએ બદલાવ્યા છે.
સુરતમાં આવેલી બેંકોની વાત કરીએ તો કોઓપરેટીવ બેંક 16, રાષ્ટ્રીય કૃત બેંક 12, 50થી વધુ મંડળી તેમજ 26 જેટલી ખાનગી બેંક છે. ત્યારે આ દરેક સ્થળોએ 2000ની નોટ બદલાવવા ભારે ભીડ જોવા મળી હતી. નેશનલ અને સરકારી બેંકોમાં છૂટાછવાયા લોકો બે હજારની નોટો બદલવા આવી ગયા હતા. જ્યારે સહકારી અને કો-ઓપરેટીવ બેંકોમાં વધુ પ્રમાણમાં ખાતાધારકો બે હજારની નોટ એક્સચેન્જ કરાવવા આવેલા જોવા મળી રહ્યા હતા.
મીડિયા રિપોર્ટસ અનુસાર સુરતમાં એક જ દિવસમાં 2000ની અધધ નોટ જમા થઇ છે. 2000ની 200 કરોડથી વધુ નોટ જમા થઇ છે. જ્યારે 80 કરોડ રુપિયા લોકોએ બદલાવ્યા છે. જેના અલગ અલગ કારણો માનવામાં આવી રહ્યા છે.
એક અનુમાન એવુ લગાવવામાં આવી રહ્યુ છે કે સુરત એ ડાયમંડ બિઝનેસનો હબ છે અને અહીં મોટી સંખ્યામાં રત્નકલાકારો રહે છે. મોટા પ્રમાણમાં રત્નકલાકારો અન્ય રાજ્યના છે. ત્યારે રત્નકલાકારોને જે વેતન આપવામાં આવે છે તે રોકડમાં મળતો હયો છે. જેથી તેઓ જોખમ વધુ ન રાખવુ પડે તે માટે મોટા પ્રમાણમાં 2000ની નોટ પોતાની પાસે રાખી મુકતા હતા. જે હવે વટાવવા બેંકોમાં પહોંચી રહ્યા છે.સુરતમાં પ્રથમ દિવસે જ આટલી મોટી સંખ્યામાં 2000ની નોટ જમા થઇ હતી. ત્યારે આવનારા દિવસોમાં હજુ વધુ નોટ જમા થશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.